બાઈડને પોતાના ચોથા 'સ્ટેટ ઓફ ધ યુનિયન' સંબોધનમાં બન્ને દેશોની મિત્રતા વખાણી : તાઈવાન અને પેલેસ્ટાઈનની મદદ માટે પણ અમેરિકા કરશે વધુ પ્રયાસ
ડેમોક્રેટ યુએસ પ્રમુખ જો બાઈડને, સંસદના સંયુક્ત સત્રમાં તેમના ચોથા અને સંભવતઃ અંતિમ 'સ્ટેટ ઓફ ધ યુનિયન' સંબોધનમાં, ચીનની આક્રમક પ્રગતિ વચ્ચે ભારત સાથેની મિત્રતા અ્ને ભાગીદારી પર ફરી એક વખત ભાર મુકયો છે. બાઈડને પોતાના વક્તવ્યમાં કહ્યુ હતુ કે, અમેરિકા અને ભારત દુનિયાના સૌથી મોટા બે લોકશાહી દેશો છે. ભારત અને અમેરિકા પરંપરાગત રીતે આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર રહ્યા છે. ચીનના પડકારો વચ્ચે ભારત જેવા મિત્ર દેશો સાથે અમેરિકા પોતાની ભાગીદારી વધારે મજબૂત બનાવી રહ્યુ છે.
ચીન પર પ્રહારો કરતા તેમણે જણાવ્યુ હતુ કે, તાઈવાન સાથે ચીન જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યુ છે તે અમેરિકાને સ્વીકાર્ય નથી અને તાઈવાનમાં શાંતિ અને સુરક્ષા માટે અમેરિકા ચીનની સામે ઉભુ છે તેમજ ભારત સહિતના ક્વાડ દેશો જાપાન, ઓસ્ટ્રેલિયા તથા દક્ષિણ કોરિયા સાથે પોતાના સબંધોને વધારે ઘનિષ્ઠ બનાવી રહ્યુ છે. અમેરિકા ચીન સાથે ટકરાવ નથી ઈચ્છતુ, અમે ચીન સાથે પ્રતિસ્પર્ધા કરવા માંગીએ છે.
અમેરિકામાં નવેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી પહેલા કોંગ્રેસને કરેલા આખરી સંબોધનમાં બાઈડને જણાવ્યુ હતુ કે, ૨૧મી સદીમાં પ્રતિસ્પર્ધામાં અમેરિકા ચીનથી આગળ છે અને મજબૂત સ્થિતિમાં છે. મેં મારા રિપબ્લિકન મિત્રોના મોઢે સાંભળ્યુ છે કે, ચીન આગળ વધી રહ્યુ છે અને અમેરિકા પાછળ છોડી રહ્યુ છે પણ હકીકતમાં સ્થિતિ ઉલટી છે. અમેરિકા આગળ વધી રહ્યુ છે, અમેરિકાની ઈકોનોમી દુનિયામાં સૌથી મજબૂત છે. મારા સત્તા પર આવ્યા બાદ અમેરિકાની જીડીપી વધી છે. તેમણે વધુમાં કહ્યું કે, મેં સુનિશ્ચિત કર્યું છે કે ચીનના હથિયારોમાં એડવાન્સ અમેરિકન ટેક્નોલોજીનો ઉપયોગ ન થાય.
પેલેસ્ટાઈન માટે મદદ વધારશે અમેરિકા
ગાઝા યુદ્ધ દરમિયાન ઇઝરાયેલને ટેકો આપવા બદલ મહિનાઓથી તીવ્ર ટીકાનો સામનો કરનાર બાઈડને જાહેરાત કરી હતી કે તે સહાય પહોંચાડવાની સુવિધા માટે પેલેસ્ટિનિયન પ્રદેશના દરિયાકાંઠે 'અસ્થાયી મરિના' બનાવશે. અગાઉ, ઉત્તરી ગાઝામાં અમેરિકા દ્વારા ૩૬,૦૦૦ ફૂડ પેકેટ એર-ડ્રોપ કરવામાં આવ્યા હતા. તેમણે સંસદને યુક્રેનને મદદ કરવા માટેના અવરોધોને દૂર કરવા પણ હાકલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech