યુએસ એરફોર્સે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની સિએરા નેવાડા કોર્પોરેશનને ઈ -4બી પ્લેનની જગ્યાએ નવું પ્લેન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કરાર 13 અબજ ડોલરનો છે. આ વિમાનોને ડૂમ્સડે પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પરમાણુ યુદ્ધમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. તે કોઈપણ પરમાણુ હુમલાની સ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ અને સૈન્ય અધિકારીઓની સુરક્ષા કરશે. હાલમાં અમેરિકા પાસે 4 ડૂમ્સડે પ્લેનનો કાફલો છે. સીએરા નેવાડા કોર્પોરેશને અગાઉ યુએસ એરફોર્સ માટે એરક્રાફ્ટનું ઉત્પાદન કર્યું છે. ઈ-4બી અથવા ડૂમ્સડે પ્લેન નિવૃત્ત થઈ રહેલા ઇવાયબી વિમાનોને બદલવા માટે બનાવવામાં આવશે.
ઈ -4બી એરક્રાફ્ટને મોબાઈલ કમાન્ડ પોસ્ટ તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે પરમાણુ હુમલા અને ઈલેક્ટ્રોમેગ્નેટની અસરો સામે ટકી શકશે. એટલે કે તેઓ કોઈ પરમાણુ હુમલાથી પ્રભાવિત નથી થતા અને તે પ્લેનમાં બેઠેલા લોકોને રેડિયેશનથી પણ બચાવે છે. પ્લેનમાં બારીઓ નજીવી છે. આ પ્લેન ઘણી સેટેલાઇટ ડીશ અને એન્ટેનાથી સજ્જ છે, જેના દ્વારા કટોકટીની સ્થિતિમાં જહાજો, યુદ્ધ જહાજો અને સબમરીનનો સંપર્ક કરી શકાય છે. આ વિમાન હવામાં જ ઈંધણ ભરી શકે છે. તેમાં કોન્ફરન્સ તેમજ બ્રીફિંગ રૂમની સુવિધા હશે.
યુએસ એરફોર્સ અનુસાર, 1970ના દાયકાના જૂના એરક્રાફ્ટને સવર્ઇિવેબલ એરબોર્ન ઓપરેશન સેન્ટર (એસએઓસી) પ્રોજેક્ટ હેઠળ બદલવામાં આવનાર છે. વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ એરક્રાફ્ટ 2030ની શરૂઆત સુધીમાં પોતાની સેવાઓ પૂરી કરી લેશે. તેના બદલે નવા ઈ-4બી એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ડૂમ્સડે પ્લેન 2036 સુધીમાં બનાવવામાં આવે તેવી અપેક્ષા છે.
યુએસ એરફોર્સ પાસે હાલમાં ચાર-4બી એરક્રાફ્ટ છે, જેમાંથી એક હંમેશા એલર્ટ પર રહે છે. ગયા વર્ષે એરફોર્સે બોઇંગ પ્લેનને ઇવાયબીને બદલવાની રેસમાંથી હટાવી દીધું હતું. કારણ કે તેમની જાળવણીમાં ઘણી મુશ્કેલીઓ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચિંતન શિબિરના નિર્ણયનો અમલ: પ્રવાસન વિભાગમાં ૧૭ નવી જગ્યા ઉભી કરાઈ
April 08, 2025 11:29 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, મળી શકે છે કોઈ કિંમતી ભેટ
April 08, 2025 11:27 AMજામનગરમાં રામનવમીના પારણાં પ્રસંગે લોહાણા સમાજનું યોજાયું સમૂહ ભોજન
April 08, 2025 11:27 AMસ્કોલરશિપ માટેની ટેસ્ટમાં પાંચ લાખમાંથી માત્ર ૭૦,૦૦૦ વિધાર્થીને ૫૦ ટકાથી વધુ ગુણ
April 08, 2025 11:26 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech