એમેઝોનના કેટલાક કર્મચારીઓનો ડેટા ખોટા હાથમાં ચાલ્યો ગયો છે. આ હત્પમલો થર્ડ પાર્ટી વેન્ડર પર થયો છે. આ હત્પમલો મુવ ઇટ ટ્રાન્સફર સાથે સંબંધિત છે, જેણે ગયા વર્ષે પણ ઘણી સંસ્થાઓને તેનો શિકાર બનાવી હતી. વિશ્વની અગ્રણી ઈ–કોમર્સ કંપની એમેઝોનએ એક મોટો ખુલાસો કર્યેા છે.અને કહ્યું છે કે તેના કેટલાક કર્મચારીઓનો ડેટા ખોટા હાથમાં ગયો છે. અહેવાલો અનુસાર, આ હત્પમલો થર્ડ પાર્ટી વેન્ડર પર થયો હતો. આ હત્પમલાને કારણે કર્મચારીઓની કોન્ટ્રાકટની માહિતી જેમ કે તેમના ઈમેલ, ફોન નંબર, બિલ્ડિંગ લોકેશન વગેરે લીક થઈ ગઈ હતી. જોકે, કંપનીએ કહ્યું છે કે આ હત્પમલામાં એમેઝોન વેબ સર્વિસને કે તેની મુખ્ય સિસ્ટમને કોઈ અસર થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હત્પમલો મુવ ઈટ ટ્રાન્સફર સાથે સંબંધિત છે, જેણે ગયા વર્ષે પણ વિશ્વની ઘણી સંસ્થાઓને પોતાની શિકાર બનાવી હતી.
વાસ્તવમાં, આ એક પ્રકારની ઘુસણખોરી છે, જેણે વિશ્વભરની કંપનીઓમાં ઘૂસી ને મહત્વપૂર્ણ ડેટા મેળવ્યો. આ પ્રકારની નબળાઈ ફાઇલ ટ્રાન્સફર દ્રારા કંપનીઓના સર્વર પર પ્રસારિત થાય છે.
મીડિયા રિપોટર્સ અનુસાર, નેમ ૩એલ ૩એસએસ નામના કથિત હેકિંગ ગ્રુપે ચોરીનો ડેટા લીક કર્યેા હતો. અહી જણાવી દઈએ કે એમેઝોન આવી ડેટા ટ્રાન્સફરનો ભોગ બનનાર પ્રથમ કંપની નથી. આ પહેલા એચપી અને એચએસબીસી જેવી કંપનીઓ પણ તેનો શિકાર બની ચુકી છે.
આ મામલે એમેઝોનના પ્રવકતા એડમ મોન્ટગોમેરીએ કહ્યું છે કે આ હત્પમલાને કારણે એમેઝોનની મુખ્ય સિસ્ટમ્સ જેમ કે એમેઝોન અને એમેઝોન વેબ સર્વિસ સિસ્ટમ પર કોઈ અસર થઈ નથી. કંપનીના જણાવ્યા અનુસાર, માત્ર કંપનીના કર્મચારીઓનો ડેટા – જેમ કે ઓફિસ ઈમેલ, ડેસ્ક ફોન નંબર અને બિલ્ડિંગ એડ્રેસ – લીક કરવામાં આવ્યો છે. જોકે, કંપનીએ હજુ સુધી તેના કેટલા કર્મચારીઓનો ડેટા લીક થયો છે તેનો ખુલાસો કર્યેા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech