ભારતમાં એપલના ઉત્પાદનમાં ઝડપથી વધારો થયો છે અને હવે ભારતમાં બનેલા આઇફોન અન્ય બજારોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં ભારતીય બજારમાં એપલના ઉત્પાદનો અન્ય દેશોની તુલનામાં ખૂબ મોંઘા છે. આ બાબત ઘણા લોકોને પરેશાન કરે છે કે યારે સ્થાનિક સ્તરે ઉત્પાદન થઈ રહ્યું છે, તો અહીં કિંમતો હજુ પણ આટલી ઉંચી કેમ છે.
ગયા વર્ષે એપલ કંપનીએ આઈફોન ૧૫ સિરીઝ લોન્ચ કરી હતી. જે લોકો ઘણા સમયથી આ સીરીઝના લોન્ચની રાહ જોઈ રહ્યા હતા તેઓ વિચારતા હતા કે આ વખતે આઈફોન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે, તેથી તે સસ્તામાં ખરીદવા માટે ઉપલબ્ધ થશે. પરંતુ તેનાથી વિપરીત જોવા મળ્યું. તેની પહેલી સીરિઝની જેમ આ ફોનને પણ મોંઘા ભાવે લોન્ચ કરવામાં આવ્યો હતો.
યુએસ સહિત ૧૦ દેશોમાં સસ્તા ભાવે વેચાય છે. જો અમેરિકા સાથે સરખામણી કરવામાં આવે તો ભારતમાં તે લગભગ ૪૦ ટકા વધુ છે. ભારતમાં આઈફોન ૧૫ના બેઝ મોડલની કિંમત ૭૯,૯૦૦ પિયા છે, યારે અમેરિકામાં તેની કિંમત લગભગ ૬૬,૪૨૬ પિયા છે. એ વાત સાચી છે કે આઈફોન ભારતમાં બની રહ્યો છે, પરંતુ એ પણ સાચું છે કે આઈફોનનું માત્ર બેઝ વેરિઅન્ટ ભારતમાં બની રહ્યું છે કારણ કે અન્ય વસ્તુઓ અન્ય દેશોમાંથી ભારતમાં આવી રહી છે. ટેકિનકલ ભાષામાં વાત કરીએ તો, કેમેરા સેન્સર, ચિપસેટ જેવા આઈફોનના ભાગો વિવિધ દેશોમાંથી આયાત કરવામાં આવે છે અને પછી ભારતમાં એસેમ્બલ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આઇફોન અન્ય દેશોમાંથી આ સામગ્રી લાવીને બનાવવામાં આવે છે.પ્રથમ મુદ્દો એસેમ્બલ ખર્ચ છે. તમારે એક વાત સ્પષ્ટ્રપણે સમજવાની છે કે આઈફોન ભારતમાં બનાવવામાં આવતા નથી પરંતુ એસેમ્બલ કરવામાં આવે છે. હવે ભલે ભારતમાં ફોન એસેમ્બલ થઈ રહ્યા હોય, પરંતુ અહીં એસેમ્બલીનો ખર્ચ અન્ય દેશોની સરખામણીએ ૭ થી ૮ ગણો વધારે છે.
બીજું કારણ ઈમ્પોર્ટ ડુટી છે. ભારતમાં આઈફોન મોંઘા થવા પાછળનું એક કારણ એ છે કે તેના ઘણા ઘટકો પર આયાત ડૂટી ચૂકવવી પડે છે. જો તમે ભારતમાં એસેમ્બલ કરો છો, તો પીસીબી પર ૨૦ ટકા, કેમેરા મોડુલ પર ૧૫ ટકા, ઇયરફોન પર ૧૫ ટકા, માઇક રીસીવર પર ૧૫ ટકા અને ડિસ્પ્લે ટચ પેનલ પર ૧૦ ટકા આયાત ડૂટી લાગે છે.
ત્રીજું મોટું કારણ વિતરણ ખર્ચ છે, દુબઈ અને અમેરિકા જેવા દેશોની સરખામણીએ ભારતમાં આઈફોનનું વિતરણ ૮ થી ૧૦ ટકા મોંઘું છે. દુબઈ જેવા દેશોમાં કિંમતોમાં એટલો તફાવત છે કે ભારતમાંથી લાઈટ લઈને પાછા ફર્યા પછી પણ પૈસાની બચત થશે.આ સિવાય પિયા અને ડોલરમાં મોટો તફાવત છે. સમયાંતરે ડોલર સામે પિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રીતે, આ પણ એક મોટું કારણ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech