રાજકોટ શહેર ઉપરાંત અન્યત્ર શહેરો, તાલુકામાં પણ દારૂના જથ્થા ઉતારવા, સપ્લાયમાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલા કુખ્યાત ધનાઢય બુટલેગર રાજકોટના અલ્તાફ ઉર્ફે છ આંગળીએ ઘરે જવાનું કહેનાર યુવકના ભાઈ સામે હથિયાર તાંકી ટ્રીગર દબાવી હત્યાનો પ્રયાસ કર્યાના આરોપસર આજીડેમ પોલીસ મથકે ગુનો નોંધાતા બુટલેગરની શોધખોળ હાથ ધરાઈ છે.
આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક–૧માં રહેતા ઉન્નત ઉર્ફે સન્ની દિલાવરભાઈ ચૌહાણ ઉ.વ.૨૪ નામના ફાયરબ્રિગેડ કર્મચારી પુત્રએ આજી ડેમ પોલીસ મથકે આમ્ર્સ એકટ, હત્યાના પ્રયાસના આરોપસર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનિફ ખેયમ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ મુજબ અલ્તાફની બીજી પત્ની, બાળકો અનમોલ પાર્કમાં રહે છે. ત્યાં અલ્તાફ આવતો હોય છે. તા.૧૧ના રાત્રીના અલ્તાફ બીજી પત્નીના ઘરે આવ્યો હતો.
એ સમયે રાત્રીના અગ્યારેક વાગ્યે અલ્તાફ કાર લઈને ચોકમાં ઉભો હતો ત્યારે સન્નીના ભાઈ આર્યને અલ્તાફકાકા ઘરમાં જતાં રહો કહી આર્યન ત્યાંથી ચાલ્યો ગયો હતો. સન્ની તેના અન્ય મિત્રો ચોકમાં ઉભા હતા. ત્યાં અલ્તાફ ધસી આવ્યો હતો અને હાથમાં બંદૂક હતી જેથી સન્ની તેની શેરીના દરવાજા પાસે જતો રહ્યો હતો. અલ્તાફ ત્યાં આવ્યો હતો અને લોડેડ બંદૂક સન્ની સામે તાંકી ટ્રીગર દબાવ્યું હતું.
જો કે, બંદૂકમાંથી ફાયર થયું ન હતું. સન્ની ડરીને દોડીને શેરીમાં જતો રહ્યો હતો. જયારે સાથે રહેલા મિત્ર જુબેરે અલ્તાફને પકડી લીધો હતો અને ત્યાંથી લઈ ગયો હતો. સન્ની ડરના કારણે ઘરેથી સગાને ત્યાં ચાલ્યો ગયો હતો. જે તે સમયે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. ગઈકાલે સન્ની તથા તેના પરિવારના સભ્યો દ્રારા વાતચીત બાદ અલ્તાફ સામે ગુનો નોંધાતા પીઆઈ એલ.એલ.ચાવડા તથા ટીમે અલ્તાફને શોધવા કવાયત આરંભી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMSIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી
April 17, 2025 07:44 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech