આવતીકાલથી શ થઇ રહેલા નવરાત્રી પર્વમાં પ્રાચીન–અર્વાચીન રાસોત્સવમાં રાસ રમવા રંગીલા રાજકોટ વાસીઓના પગ થીરકી રહ્યા છે, પહેલા નોરતે સાંજ પડતાની સાથે ગરબા ગ્રાઉન્ડમાં એ....હાલો...ના સાદ અને ડ્રમ ઉપર દાંડી પડતાની સાથે ગરબા ઘેલા રાજકોટીયન્સ નવ દિવસ સુધી જુમી ઉઠશે.
અર્વાચીન દાંડિયા પૂર્વે જ પરંપરાગત રીતે રાજકોટમાં વેલકમ નવરાત્રીની શઆતથી જ ખેલૈયાઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહયો છે અને આ ઉત્સાહ, ઉમગં અને જોમ નવરાત્રીના અંતિમ દિવસો સુધી રહે એ માટે જાણીતી આર.આર.ઇવેન્ટ દ્રારા રાજકોટમાં ધ લાસ્ટ બીટ ઓફ નવરાત્રી એશ્વરીયા મજમુદારને સગં ખેલૈયાઓને જુમવા માટે ભવ્ય બાય બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૧૩ના શહેરના પરસાણા નગરમાં આવેલા અને એકી સાથે ૧૨ હજાર ખેલૈયાઓ ગરબા રમી શકે એવા નંબર વન ખોડલધામ નોર્થ ઝોન ગરબા ગ્રાઉન્ડમાં એશ્વર્યા મજમુદાર ૨૨ આર્ટિસ્ટ સાથે ચાર કલાક સુધી તેમના કામણગારા કંઠે ખેલૈયાઓને ડોલાવશે.
આ જબદસ્ત ઇવેન્ટનું આર.આર.ઈવેન્ટના રાજ રાજાણી અને તેમની ટિમ દ્રારા શહેરના ગરબા પ્રેમીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે, આ અંગે ઇવેન્ટ ના આયોજક રાજ રાજાણી દ્રારા જણાવ્યું હતું કે, એશ્વરીયા મજમુદારનું નામ સાંભળતા જ તેને જોવા અને તેમના મેલોડી વોઇસના સંગે દાંડિયા રમવા માટે લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોઈ છે. માટે મન મૂકીને ખેલૈયાઓ ગરબા રમી શકે માટે ખોડલધામ નોર્થ ઝોનના ગ્રાઉન્ડમાં આ આયોજન કરવામાં આવ્યું છે. એશ્વરીયા મજમુદારની સાથે સાથે તેમનું સાંજીદા ગ્રુપ પણ અનોખી જમાવટ કરશે. ધમાકેદાર સાઉન્ડ સિસ્ટમ, પરફોમિગ સ્ટેજ, અને ગ્રાઉન્ડમાં પણ કેટલીક વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. આ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવતા જ ખેલૈયાઓમાં ઉત્સાહ બેવડાયો છે અને પાસના બુકીંગ કરવામાં આવી રહ્યા છે. વધુમાં ઉમેયુ હતું કે, આર.આર.ઇવેન્ટ દ્રારા દર વર્ષે વેલકમ નવરાત્રીનું આયોજન કરતું હોઈ છે અને એશ્વરીયા મજમુદારની રાજકોટ સાથેની નિકટતા અને અખૂટ પ્રેમના કારણે અનેક વખત રાજકોટની મહેમાન બની છે અને પર્ફેામન્સ આપ્યા છે. આ વર્ષે તેમને અમેરિકા, ઓસ્ટેલિયા,કેનેડા સહિતના દેશમાં દાંડિયા નાઈટ હોવાના કારણે વેલકમ ને બદલે બાયબાય નવરાત્રીમાં જોરદાર પરફોર્મન્સ આપવા માટે અને ગરબા ઘેલા રાજકોટીયન્સને ડોલાવવાની સાથે રવિવારની રાતને રઢિયાળી બનાવવા માટે ચોક્કસ આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech