બાટવાના સરાડીયા પાસે ગોલ્ડ કંપનીના બે સેલ્સમેન પાસેથી છરીની અણીએ ત્રણ શખ્સો દ્રારા રોકડ સોના ચાંદીના દાગીના મળી ૧.૧૫ કરોડના મુદ્દા માલ લૂંટી ગયાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસ દ્રારા વિવિધ વિસ્તારોના ૪૦૦ સીસીટીવી કેમેરા, પરપ્રાંતિયોની પૂછપરછ , સોની વેપારીઓ ને ત્યાં તપાસ સહિતની બાબતો બાદ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યેા હતો અને વધુ પૂછપરછ માટે ગઈકાલે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં છ દિવસના રિમાન્ડ મંજૂર થતા વધુ પૂછપરછનો ધમધમાટ શ થયો છે.
લૂંટના સમગ્ર બનાવમાં ફરિયાદી યાિક અને ધનરાજ બંને આરોપી નીકળ્યા હતા અને યાિક જોશીના અમદાવાદ રહેતા ભાઈ મોહિત જોશીની પણ ધરપકડ કરી હતી. એલસીબી દ્રારા ત્રણેયની પૂછપરછ માટે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. યાં છ દિવસના રિમાન્ડ મંજૂર થતા પૂછપરછ શ કરવામાં આવી છે. કરોડોની રકમના દાગીના મેળવ્યા બાદ ઉપયોગ તથા અમદાવાદ થી નીકળ્યા બાદ અનેક સોની વેપારીઓને પણ મળ્યા હતા જેથી સોની વેપારીઓની પણ મિલી ભગત છે કે કેમ તે અંગે પૂછપરછ શ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ લૂંટમાં અન્ય કોઈ ઇસમો ની સંડોવણી, રકમનો ઉપયોગ, કયા કયા સ્થળે રોકાણ, ઘટનાનો રી કન્સ્ટ્રકશન સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે
એફએસએલ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની ટીમની મદદથી લૂંટનો ભેદ ઉકેલાયો
લૂંટના બનાવમાં પોલીસ દ્રારા વિવિધ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે સીસીટીવી ફટેજ ન હોવાથી પોલીસ તપાસ ચકરાવે ચડી હતી. ત્યારે એફએસએલ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની ટીમ દ્રારા કરાયેલ ઐંડાણપૂર્વકની તપાસથી લૂંટનો ભેદ ઉકેલવામાં સરળતા મળી હતી. એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસ ઓ જી, બાટવા પોલીસ ઉપરાંત અલગ અલગ દિશાઓમાં નવી ટીમ દ્રારા થઈ રહેલી તપાસમાં એફએસએલ ઓફિસર ભાવિન સોનપરા, અલ્પેશ સારીયા અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતં માનસી ટીલવાની ઘટના સ્થળ અને વિવિધ ચીજો માં ઐંડાણપૂર્વકની તપાસ બાદ લૂંટ ના બનાવમાં પુરાવાઓ એકત્ર કરવામાં મુખ્યત્વે ભૂમિકા ભજવી હોવાથી લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech