અમે ડરતા નથી: શી જિનપિંગ
આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકા સાથેના વેપાર યુદ્ધ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમનો દેશ ડરવાનો નથી. બેઇજિંગમાં, જિનપિંગે સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝને કહ્યું કે આ વેપાર યુદ્ધ કોઈ જીતી શકશે નહીં. દુનિયાની વિરુદ્ધ જઈને તમે ફક્ત તમારી જાતને અલગ પાડશો.તેમણે કહ્યું હતું કે 70 વર્ષમાં ચીને પોતાની મહેનતના બળે વિકાસ કર્યો છે. અમે કોઈના દબાણ સામે ઝૂકવાના નથી. જિનપિંગે યુરોપિયન યુનિયનને અમેરિકાના આ એકપક્ષીય ગુંડાગીરી સામે એક થવા વિનંતી કરીહતી.શી જિનપિંગે અમેરિકા સાથે વધતા વેપાર યુદ્ધ વચ્ચે ચીન અને ઈયુ વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ચીન અને યુરોપે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવી જોઈએ અને આ એકપક્ષીય ગુંડાગીરીનો સંયુક્ત રીતે જવાબ આપવો જોઈએ.
ચીન અમેરિકન બજાર પર નિર્ભર હોવાનો દાવો
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ચીન અમેરિકન બજાર પર નિર્ભર છે. ચીન આપણી પાસે જે છે તે ઇચ્છે છે. ચીન અમેરિકન ગ્રાહકો ઇચ્છે છે. તેમને આપણા પૈસા જોઈએ છે. વ્હાઇટ હાઉસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીને બોઇંગ અંગે અમેરિકા સાથેના મોટા સોદામાંથી પીછેહઠ કરી છે. ટ્રમ્પે બુધવારે અમેરિકામાં ચીની ઉત્પાદનો પર 125 ટકા ટેરિફની જાહેરાત કરી હતી, પરંતુ વ્હાઇટ હાઉસે પાછળથી પુષ્ટિ કરી કે ફેન્ટાનાઇલ પર ચીન પર 20 ટકા ટેરિફ પહેલેથી જ લાદવામાં આવ્યો છે, તેથી ચીન પર ટેરિફ દર વધીને ૧૪૫ ટકા થઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech