રાજયસભાની ગુજરાતની ચાર બેઠકની ચૂંટણીમાં ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ઉધોગપતિ ગોવિંદભાઈ ધોલકિયા, ડો.જસવંતસિંહ પરમાર અને મયકં નાયકે ફોર્મ ભર્યા હતા. આજે ચકાસણીમાં આ ચારેય સત્તાવાર ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલા અન્ય તમામ ડમી ઉમેદવારોના ફોર્મ આપોઆપ રદ થયા છે અને ભાજપના સત્તાવાર ચારેય ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા છે.
જે.પી નડ્ડાની મિલકતમાં છેલ્લ ા છ વર્ષમાં ૧.૬ કરોડથી ૭.૩૮ કરોડની થવા પામી છે જયારે ઉધોગપતિ ગોવિંદ ધોળકિયા પાસે ૨૨૮ કરોડની મિલકત અને એક પણ ગાડી નથી ડોકટર જશવંતસિંહ પરમાર પાસે દસ કરોડથી વધારાની મિલકત અને રિવોલ્વર છે યારે મયકં નાયક પાસે ૩૨ બોરની રીવોલ્વર અને ૮.૫૦ કરોડની મિલકત ધરાવે છે. ૧૬ મી ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે ત્યારબાદ આ ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થશે અત્રે નોંધવું જરી છે આ ચારેય ઉમેદવારો સામે કોઈ ગુના નોંધાયા નથી.
ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉધોગપતિ ગોવિંદ ધોળકિયા રજૂ કરેલા સોગંદનામાં મુજબ ૨૨૮ કરોડની મિલકત જાહેર કરવામાં આવી છે.૭૬ વર્ષીય ગોવિંદભાઈ ધોળકિયાના વર્ષ ૨૦૨૨ –૨૩ના રિટર્ન મુજબ તેમની વાર્ષિક આવક ૩૫.૨૪ કરોડની અને પત્ની ચંપાબેન ની આવક છ૩.૪૭ કરોડ દર્શાવવામાં આવી છે તેમના હાથ પર રોકડ રકમ ૩.૬૦ લાખ અને પત્ની પાસે ૭૧,૦૦૦ છે ગોવિંદભાઈ પાસે બેંક ડિપોઝિટ મ્યુચ્યુઅલ ફડં અને રોકાણ વીમા પોલિસી સોનુ ચાંદી મળીને ૧૭૧.૫૭ લાખની જંગમ મિલકતો છે ગોવિંદભાઈ ને પાસે ૭.૫ કિલો સોનું ૧૩ કિલો ચાંદી પોતાની માલિકીની છે. યારે તેમને પત્ની પાસે પાંચ કિલો સોનું ૩૯.૨ કરોડની જંગમ મિલકતો ધરાવે છે.
અમરેલીમાં ૪.૮૭ એકર ખેતીની જમીન સુરત મુંબઈમાં રહેઠાણ ધોરણ છ સુધીનો અભ્યાસ કરનાર, ગોવિંદભાઈ ના શીરે એચયુએફ ૧૨.૬૦ કરોડની જવાબદારી છે. આટલા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોવા છતાં તેમની માલિકીનું કોઈ પણ વાહન નથી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાની મિલકતમાં છ વર્ષમાં વધારો થયો છે આ સમયગાળામાં નવી મિલકતો વસાવી નથી પોતાની પૈત અને ગિટ માં મળેલ મિલકતોની બજાર કિંમત વધવાથી વધારો નોંધાયો છે ગઈકાલે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલી એફિડેવિટમાં વર્ષ ૨૦૨૨ ૨૩ ના રિટર્ન મુજબ આવક ૨૪.૯૨ લાખ દર્શાવાય છે યારે કૃષિ અને અન્ય જમીનો કુલુ તથા વતન વિજયપુરમાં રહેઠાણ મળી કુલ ૭.૩૮ કરોડની મિલકતો થવા જાય છે તેમની પાસે પિયા ૪૩ હજાર રોકડ છે. બેંક ડિપોઝિટ વીમો તેમજ સ્થાવર જંગમ મિલકત ૬૪.૭૩ લાખની દર્શાવાય છે તેમની પાસે ઇનોવા કાર છે ૨૦૧૬ ૧૭ ના રિટર્ન મુજબ તેમની આવક ૩૦.૪૧ લાખ દર્શાવવામાં આવી હતી તેમની પાસે ૩૦,૦૦૦ રોકડ હતી બેંક ડિપોઝિટ વીમા સહિતની જંગલો મિલકત ૪૫.૧૪ લાખ હતી યારે કૃષિની જમીન અને બિનકૃષિ જમીન મકાન ૧.૬૬ કરોડની હતી. નડ્ડાના ધર્મપત્ની ડોકટર મુલાની નડા પાસે તે પણ સ્થાવર જંગમ મિલકત બેંક પોઝિટ અને વીમા પણ છે આ બધાનું મળીને કુલ ૭.૩૮ કરોડ પિયાની મિલકતો જાહેર કરવામાં આવી છે.
ડો.જશવતં પરમાર ના ૨૦૨૨૩ ના રિટર્ન મુજબ વાર્ષિક આવક ૧.૩૮ કરોડ હતી તેમની પત્ની કલ્પનાબેન ની આવક ૨૮. ૬૦ લાખ દર્શાવવામાં આવી છે તેમની પાસે ત્રણ લાખ રોકડ તેમજ બેંક ડિપોઝિટ રોકાણ વીમા મ્યુચ્યુઅલ ફંડના ૨.૮૬ કરોડ પત્ની પાસે ૩.૭ કરોડની જંગલ મિલકત છે જશવંતસિંહ પાસે ૫૮૦ ગ્રામ અને પત્ની પાસે ૩૩૦ ગ્રામ સોનુ છે ડોકટર દોઢ લાખની કિંમતની સ્કોટ વેબલી રિવોલ્વર ધરાવે છે પિયા ૧૬ લાખની પજેરો માતિ ઝેન કાર પણ છે પત્ની પાસે ૭.૧૦ લાખની નિશાન તથા ૪૫ લાખની ઓડી કાર છે ડોકટર પરમાર પાસે ભામૈયા માં ૨૬૪ એકર જમીન પારિવારિક સંપત્તિ વડોદરામાં છે આમ કુલ મળીને તેમની વ્યવસાયિક રીતે બે તબીબી હોસ્પિટલો સાથે સંકળાયેલા છે યારે પેટ્રોલ પંપની માલિકી છે યારે પત્ની લેબ ટેકિનશિયન છે.
મયકં નાયક પ્રદેશ બક્ષીપચં મોરચાના પ્રમુખ છે તેમની ઉંમર ૫૨ વર્ષે તેમના આઇ ટી રિટર્ન મુજબ તેમની વાર્ષિક આવક ૧૭.૭૭ લાખની છે.તેમના પત્ની મીતાબેન ૯.૫૨ લાખની આવક દર્શાવવામાં આવે છે બેંક થાપણ રોકાણ સોનુ ચાંદી મળી કુલ ૨.૪૩ લાખની જંગમ મિલકત છે એક કિલો ૭૦૦ ગ્રામ સોનાના ઘરેણા છે ત્રણ કિલો ચાંદી ૨.૪૩ કરોડની જંગમ મિલકત દર્શાવવામાં આવી છે. પત્ની મીતા પાસે એક કિલો ૫૦૦ ગ્રામ સોનું ૬ કેજી ચાંદીના ઘરેણા બેંકના પણ રોકાણ મળીને ૧.૨૩ કરોડની મિલકતો છે મયંકભાઈ પાસે ૬.૨૪ કરોડની જમીન અને રહેઠાણ પત્ની પાસે મિલકતો દર્શાવવામાં આવી છે.
મયંકભાઇના શિરે ૪૦.૧૪ લાખની જવાબદારી છે આ ઉપરાંત તેમની પાસે ટોયેટો, ફોરચયુનર અને મહિન્દ્રા થાર છે પોતે વ્યવસાય કરતા હોવાનું જણાવે છે યારે પત્ની વેપાર અને ભાડાની આવકનો ક્રોત દર્શાવવામાં આવે છે ૭.૭૫ લાખનું બેંક બેલેન્સ ધરાવે છે. અમદાવાદ મહેસાણામાં રહેઠાણ અને કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech