આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએથી ફિશિંગ બોટ મારફતે વેરાવળ બંદરે આવેલો રૂ.૩૫૦ કરોડનો ૫૦ કિલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો ગીર સોમનાથ પોલીસે મળેલ બાતમીના આધારે ઝડપી લેતાં સર્વત્ર સનસનાટી વ્યાપી જવા પામી છે. આ રેકેટમાં હાલ પકડાયેલા બોટના ટંડેલ, જામનગરથી ડિલિવરી લેવા આવેલા બે પેડલર સહિત ૯ શખસોને આજે બપોરે કોર્ટમાં ૧૪ દિવસની રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા છે, ત્યારે ડ્રગ્સ હેરાફેરીના આ હેરાફેરી રેકેટના પર્દાફાશમાં ટંડેલ પાસેી મળી આવેલ સેટેલાઇટ ફોનમાં આ રેકેટના તાર વિદેશ સુધી જોડાયેલાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. જેી એટીએસ, એસઓજી, એલસીબી, એનડીપીએસ, મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ઘમધમાટ હા ધર્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ ઘટસ્ફોટ વાની શકયતા વર્તાઈ રહી છે. આ પર્દાફાશમાં બોટ મલિકની સતર્કતાએ ડ્રગ માફિયાઓના મનસૂબાને નાકામ કર્યાની વિગતો સામે આવી છે.
ગુજરાતના સમુદ્રને દેશદ્રોહી પ્રવૃત્તિ માટે ડ્રગ્સ માફિયાઓ નિશાન બનાવી રહ્યા છે ત્યારે વેરાવળ બંદર પર ફિશીંગ કરી આવીને લાંગરેલ એક ફિશિંગ બોટમાં શંકાસ્પદ નશીલો પર્દા આવ્યો છે. જે બાતમીના આધારે પીઆઈ એ.બી.જાડેજા, પીઆઈ એમ.એન.રાણા, જે.બી.ગઢવીના નેજા હેઠળ તાત્કાલિક જુદી જુદી ટિમો બનાવી કામે લગાડી હતી. દરમ્યાન પ્રમ ફિશિંગ બોટમાંી એક ફોર વહીલ કારમાં ડિલિવરી કરાયેલ ૨૫ કિલો હેરોઇન ડ્રગ્સના જથ્ા સો જામનગરના આસીફ ઉર્ફે કારા જુસબભાઇ શમા તા અરબાજ અનવર પમાની અટક કરી પૂછપરછ કરતા ફિશિંગ બોટમાં સંતાડેલ વધુ ૨૫ કિલ્લો જથ્થો મળી આવતા કુલ ૫૦ કિલો હરોઇન ડ્રગ્સના પેકેટોનો જથ્ો મળી આવેલ હતો. જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૨૫૦ કરોડી વધુ છે. ફિશીંગ બોટમાંી એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય કોલ પણ આવેલાનું જાણવા મળ્યુ હતુ.
વધુમાં બોટનો ટંડેલ ધર્મેન્દ્ર બુધ્ધીલાલ કશ્યપ એક વર્ષી એક વ્યક્તિના વોટસએપના માધ્યમી સંપર્કમાં હતો. જેી ગત તા.૨૬-૧-૨૪ રોજ ઓમાનની દરિયાઇ હદમાં ફિશીંગ કરી રહેલ ટંડેલ ધર્મેન્દ્રનો અજાણ્યા શખ્સે કોન્ટેક કરીને આશરે ૧૭૦૦ કીલો મચ્છી મફતમાં આપવાની સો બે બાચકા પાર્સલના આપેલ જે ગુજરાતના બંદરે પહોચાડવા માટે રૂ.૫૦ હજાર મળશે તેવી લાલચ આપી હતી. બાદમાં બંન્ને બાચકા લઈ ગતરાત્રીના બોટ વેરાવળ બંદર પહોંચતા લાંગરી હતી. બાદમાં વોટસએપી મળેલ સુચના મુજબ ધર્મેન્દ્રની બોટ પાસે આસીફએ મુકેલ કારમાં એક બાચકુ મુકી દીધેલ હતુ. જો કે રૂ.૫૦ હજાર ન આપ્યા હોવાી બીજુ બાચકું બોટમાં સંતાડી દીધેલ જે પણ બાદમાં કબ્જે કરવામાં આવ્યુ હતુ.
જામનગરી કારમાં ડ્રગ્સના જથ્ાની ડિલેવરી લેવા આવેલ આસીફ જામનગર-રાજકોટ વચ્ચે ઈકો કાર ચલાવી ડ્રાઈવીંગનો ધંધો કરે છે. તેના સંપર્કમાં રહેલ એક પેસેન્જર શખ્સે બે વર્ષ પહેલા એક પાર્સલ માળીયા મીંયાણા ખાતે ડીલેવરી કરવા માટે આપેલ જેના બદલામાં રૂ.૨૦ હજાર આપેલ હતા. આ પેસેન્જરએ ગઈકાલે આસીફનો વોટસએપ કોલ મારફતે કોન્ટેકટ કરી એક પાર્સલ વેરાવળી લઈને રાજકોટ મુકવા જવાનુ જણાવી આ ટ્રીપના રૂ.૫૦ હજાર આપવાનું જણાવ્યુ હતુ. જેી આસીફ તેના મિત્ર અરબાઝ સો પોતાના શેઠની કાર લઈને પાર્સલ લેવા વેરાવળ બંદરે આવ્યા હતા. ત્યારે ટંડેલએ આપેલ પાર્સલ લઈને હજુ જતા હતા ત્યાં જ પકડી લેવાયા હતા.
આ રેકેટના પર્દાફાશમાં (૧) ઓપીએટ ડેરીવેટીવ (મોર્ફીન, હેરોઇન, કોકેઇન)નો જથ્ાનું કુલ વજન-૫૦૦૧૫ ગ્રામ જેની કુલ કી.રૂ.૨૫૦ કરોડ, (૨) ફીશીંગ બોટ કિ.રૂ.૧૦ લાખ, (૩) મારૂતિ કાર રજી.નં.જીજે૦૩એજી૭૬૯૭ કી.રૂ.૫૦ હજાર, (૪) ૩ મોબાઇલ ફોન, (૫) એક સેટેલાઇટ મળી કુલ રૂ.૨૫૦ કરોડ ૧૮ લાખ ૧૨ હજારના મુદામાલ જપ્ત કર્યો છે. આ જથ્ાની સો મુખ્ય આરોપીઓ (૧) આસીફ ઉર્ફે કારા જુસબભાઇ શમાં ઉ.વ.૨૪, રહે.બેડેશ્વર, હાઉસીંગ બોર્ડ, રૂમ નં.-૪૦, (૨) અરબાજ અનવર પમા ઉ.વ.૨૩ રહે. ગુલાબનગર, ગૌષિયા મસ્જિદ પાસે જામનગર વાળા તા (૩) ધરમેન બુધ્ધીલાલ કશ્યપ ઉ.વ.૩૦, રહે.મહમદપુર નરવાલ, જી.કાનપુર-ઉતરપ્રદેશ વાળાની અટક કરી છે. જ્યારે (૪) અનુજ મુકેશ કશ્યપ, (૫) અમન દિનાનાજી કશ્યપ ઉ.વ.૨૩, (૬) રજ્જનકુમાર ભગવાનદીપ મીસાર ઉ.વ.૧૯, (૭) વિષ્ણુ શંકરનિસાદ નીસાર ઉ.વ.૨૫, (૮) રોહિત સુખુભાઇ નિશાર ઉ.વ.૨૦, (૯) રાહુલ ગોરેલાલ કશ્યપ/ગૌડ ઉ.વ.૨૦ તમામ રહે.કાનપુર ઉત્તરપ્રદેશ વાળાઓએ રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. આ મામલે હાલ એટીએસ, એસઓજી, એલસીબી, એનડીપીએસ મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ હા ધરવામાં આવ્યો છે. પકડાયેલા શખસોને આજે બપોરે કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા.
આ ડ્રગ્સ રેકેટના તાર ક્યાં ક્યાં દેશો સો જોડાયેલ છે તે તમામ દિશામાં તપાસ હા ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આજે યેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના રેકેટના તાર વિદેશના અનેક દેશો સો જોડાયેલા હોવાની પ્રામિક વિગતો સામે આવી છે. પોલીસની યિરી મુજબ ડ્રગ્સનો જથ્ો આંતરરાષ્ટ્રીય જળસીમામાંી ટંડેલને અપાયો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો વાની સો ચોંકાવનારા ખુલાસા નાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
બોટ માલિકને ટંડેલ ઉપર શંકા હતી વોચ ગોઠવતા ડ્રગ્સ રેકેટ બહાર આવ્યું
બોટમાંી હેરોઈન ઝડપાયું છે તે ઝડપાયેલી બોટના માલિક જીતુભાઈ કુહાડાના જણાવ્યા મુજબ તેમના પરીવારની આ બોટના ટંડેલ ઉપર તેઓને અગાઉી જ શંકા હોવાી તેના ઉપર વોચ રાખી હતી. દરમ્યાન બોટ બંદરે આવ્યા બાદ ગતરાત્રીના એક અજાણી ફોર વહીલ કાર આવેલ અને તેમાં બોટમાંી એક બાચકું (બોરી) મૂકાયા પછી આ કાર સ્પીડમાં નીકળતા અમારા વોચમાં રહેલ માણસોએ કારનો પીછો કરી બંદર ી બે કી.મી. દુર આંતરી તેમાં તપાસ કરતા સફેદ પાવડર જેવો પર્દા જોવા મળેલ જે અંગે કારમાં રહેલા શખ્સોની પૂછતા તેઓ જવાબ ન આપતા શંકા વધુ દ્રઢ બની હતી. આ અંગે રાત્રીના જ પોલીસવડાને જાણ કરતા પોલીસની ટીમો બંદરમાં આવતા ટંડેલ સહિત ત્રણેય ઈસમો અને શંકાસ્પદ જથ્ો પોલીસને જમા કરાવ્યો. આ ઉપરાંત બોટના ટંડેલ પાસેી મળી આવેલ સેટેલાઇટ ફોન પણ પોલીસને જમા કરાવ્યો હતો. આમ, બોટ માલીકની શંકાી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech