રાહાની મમ્મી સુપર કુલ અંદાઝમાં જોવા મળી
બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે ફિલ્મફેર એવોર્ડ 2024માં ગ્રાન્ડ એન્ટ્રી મારી હતી. અદાકારની આ ક્રીમ સાડી તમને એક નજરે ગમી જાય એવી છે. ક્રીમ સાડીમાં આલિયાની આ લેટેસ્ટ તસવીરો હાલમાં સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે.અદાકારની આ તસવીરો સોશિયલ મિડીયામાં આવતાની સાથે વાયરલ થઇ ગઇ છે. આલિયા ભટ્ટની આ યુનિક સાડીએ દરેક લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ દરમિયાન એક્ટ્રેસ એકદમ કુલ લુકમાં જોવા મળી.
આલિયા ભટ્ટ ફિલ્મફેરની ગ્રાન્ડ ઇવેન્ટમાં કંઇક હટકે લુકમાં જોવા મળી હતી. આ સમયે આલિયા સુપર કુલ અંદાજમાં જોવા મળી. આલિયાનો આ લુક ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે.
અદાકાર આલિયા ભટ્ટે બહુ બધી તસવીરો ક્લિક કરાવીને એકથી એક મસ્ત પોઝ આપ્યા છે. પૈપરાઝીએ બહુ બધી તસવીરો ક્લિક કરી અને સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગઇ. એક્ટ્રેસ આ દરમિયાન ફ્રેશ અને એનર્જીથી ભરપૂર નજરે પડી હતી. આ તસવીરોએ હાલમાં ફેન્સનું દિલ જીતી લીધુ છે. ઓફ શોલ્ડર બ્લાઉઝ આલિયાના લુકમાં ચાર ચાંદ લગાવે છે. ફિલ્મફેર એવોર્ડની વાત કરવામાં આવે તો આલિયા અને રણબીરે બાજી મારી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડ સ્ટાર્સથી લઇને બીજા અનેક સેલેબ્સે ધૂમ મચાવી દીધી હતી.
આ એવોર્ડ્સમાં કરણ જોહર, આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, વરુણ ધવન, જાન્હવી કપૂર જેવા અનેક બી ટાઉનના સેલેબ્સ શામેલ થયા હતા. શાહરુખ ખાનની એક્શન થ્રિલર ફિલ્મ જવાનને સર્વશ્રેષ્ઠ એક્શન ફિલ્મનો પુરસ્કાર મળ્યો. આ લિસ્ટમાં બીજા પણ અનેક નામ છે. વરુણ ધવનથી લઇને અનેક સેલેબ્સ એવોર્ડ દરમિયાન પરફોર્મ પણ કર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech