એચ એન્ડ એમ ભારતમાં એનું ઓનલાઇન વિસ્તરણ જાળવી રાખવા આતુર: બંને ફેશનગૃહોએ જોડાણ કર્યું, જેમાં એજિયોનાં બહોળા ગ્રાહકો સાથે એચ એન્ડ એમ ઓનલાઇન કામગીરી વધારવા આતુર, યુવા ગ્રાહકોને લક્ષ્યાંક બનાવશે
ભારતની પ્રીમિયમ ફેશન ઇ-ટેલર એજિયોએ એના પ્લેટફોર્મ પર સસ્ટેઇનેબ્લ રીતે શ્રેષ્ઠ કિંમત પર ફેશન અને ગુણવત્તા માટે પ્રસિદ્ધ બ્રાન્ડ એચ એન્ડ એમ લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ ભાગીદારીનો ઉદ્દેશ એચ એન્ડ એમની ઓનલાઇન હાજરી વધારવાનો છે, જે એજિયો મારફતે વાજબી, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશનને સુલભ બનાવીને એની હાલની ઓમ્નિ-ચેનલમાં પૂરક બનશે. આ રીતે એજિયોએ એના મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઉમેરી છે.
આ જોડાણે ભારતીય ફેશન ઇ-રિટેલ બજારમાં તેમની હાજરીને મજબૂત બનાવવા એચ એન્ડ એમ અને એજિયો માટે રોમાંચક તક ઊભી કરી છે. જ્યારે એજિયો એના આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ પોર્ટફોલિયોને મજબૂત કરે છે, ત્યારે એચ એન્ડ એમનો ઉદ્દેશ એજિયોના ડિજિટલ પ્લેટફોર્મ અને બહોળી પહોંચનો ઉપયોગ કરીને પોતાની પહોંચ અને પોતાના ઓનલાઇન બજારહિસ્સાને વધારવાનો છે.
એચ એન્ડ એમ પોતાના આકર્ષક કલેક્શનને એજિયો પર લોંચ કરશે, જેમાં વિમેન્સવેર, મેન્સવેર, કિડ્સવેર અને હોમ ડિકોરમાં 10,000 થી વધારે સ્ટાઇલ સામેલ છે. રૂ. 399ની અતિ વાજબી કિંમતથી શરૂ એચ એન્ડ એમનું કલેક્શન અગાઉ કરતાં વધારે સુલભ, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ફેશન પ્રસ્તુત કરશે.
આ જોડાણ પર એજિયોનાં સીઇઓ વિનીત નાયરે કહ્યું હતું કે, “છેલ્લાં એકથી બે વર્ષમાં અમે ફેશનનું કલેક્શન વધાર્યું છે, જેથી અમે એજિયો પર આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ બ્રાન્ડ લાવી શકીએ. એજિયો પર એચ એન્ડ એમનું લોંચ પ્લેટફોર્મની ઓફરની સ્ટાઇલની વિવિધતામાં વધારો કરવાની સાથે અમારા ગ્રાહકોને લેટેસ્ટ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ટ્રેન્ડ્સ પ્રદાન કરવાની કટિબદ્ધતાનું પણ પ્રતીક છે.”
એચ એન્ડ એમનાં એ/ડબલ્યુ 2024 કલેક્શનની અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, જેને એજિયો પર પ્રસ્તુત કરવામાં આવશે, જે સિઝનલ પરિવર્તનો અને વિવિધ ડિઝાઇનો સમન્વય દર્શાવે છે. આ કલેક્શન વિશાળ, આધુનિક અને વિગતવાર સિઝનલ સાથે પાનખર અને શિયાળા માટે અનુકૂળ છે. સુંદર, આકર્ષક ધાગા અને સિવેલા સ્યૂટથી લઈને લેધર અને એક્સેસરીઝ સુધી આ કલેક્શનમાં ક્લાસિક સાથે આધુનિક શૈલીનો સમન્વય થયો છે, જે વાજબી કિંમતો પર તમારા વોર્ડરોબની વિવિધતામાં વધારો કરે છે.
એચ એન્ડ એમ ઇન્ડિયાના કન્ટ્રી સેલ્સ મેનેજર યાનિરા રામિરેઝએ કહ્યું હતું કે, “એચ એન્ડ એમમાં અમારી કટિબદ્ધતા અમારી દરેક કામગીરીનું હાર્દ છે અને એ છે - તમામ ફેશનનો માર્ગ મોકળો કરવાનો. આ માન્યતા સાથે અમે એજિયો સાથે વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી છે, જે દરેક માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશનને સુલભ બનાવવાના અમારા અભિયાનને આગળ વધારશે. એજિયોના મજબૂત ડિજિટલ પ્લેટફોર્મ અને બહોળી પહોંચનો ઉપયોગ કરીને અમે સમગ્ર દેશમાં વધારે સમજુ ગ્રાહકો સુધી પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી વસ્ત્રની અમારી વિવિધતાસભર રેન્જ સુલભ બનાવી રહ્યાં છીએ. એક બ્રાન્ડ તરીકે અમારો પ્રયાસ વિસ્તરણ અને નવીનતા માટે સતત નવા વિકલ્પો શોધવાનો હોવાથી અમે અમારા ગ્રાહકો માટે ફેશનનો શ્રેષ્ઠ અનુભવ આપવા અમારી કટિબદ્ધતાને જાળવી રાખીશું.”
એચ એન્ડ એમ હવે એજિયોની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની રેન્જમાં સામેલ થઈ છે, જે ગ્રાહકોને ગ્રાહકોને પસંદ કરેલી અને ખાસ તૈયાર કરેલી ફેશન સ્ટાઇલની બહોળી વિવિધતા ઓફર કરે છે. સંયુક્તપણે આ તમામ બ્રાન્ડ ભારત અને દેશવિદેશમાં ફેશન ક્ષેત્રની સફળતા અને ભવિષ્યને નવી દિશા આપવા સજ્જ છે. નવા લોંચ થયેલા એજિયો x એચ એન્ડ એમ સ્ટોરની મુલાકાત લો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech