કોઠારીયા રોડ પરના લોઠડા ગામે અરજીની તપાસમાં ગયેલી આજીડેમ પોલીસ પર પિતા–પુત્ર અને બે મહિલા સહિતના શખસોએ છુટા પથ્થરોના ઘા ઝીંકી પોલીસ પર પાવડા અને લોખંડના પાઈપ વડે હત્પમલો કરતા ભારે ચકચાર મચી ગઈ હતી. હત્પમલાખોરો વચ્ચે ફસાયેલી પોલીસે વધુ સ્ટાફની મદદ લીધી હતી અને આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બનાવ સ્થળેથી પિતા–પુત્રને પકડી લીધા હતા અને બે મહિલા ફરાર થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત પોલીસ મેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રા વિગત મુજબ લોઠડા ગામે વડાલીયા કંપનીની બાજુમાં નોનવેજની કેબીન ધરાવતા ફીરોજ સલીમ સોલંકી (રહે. કોઠારીયા સોલવન્ટ, નુરાનીપરા)એ બાજુમાં ગેરેજ ધરાવતા બાબુ મકવાણા અને તેના પરિવાર સામે અહીં કેબીન રાખવી નહી તેમ કહી માથાકુટ કરતા હોવાના આક્ષેપ સાથે અરજી કરી હતી. જે અરજીની તપાસ માટે આજીડેમ પોલીસનો સ્ટાફ ગયો હતો. એેએસઆઈ રવિભાઈ ટાંક, જગદીશસિંહ પરમાર, મોબાઈલ ચાલક મહાવીરસિંહ સહિતના પહોંચતા ત્યાં હાજર મુન્નો બાબુ મકવાણા કયાં છે તે વિશે પુછતા તેના પિતા થાય છે અને બહાર ગયા છે તેવો જવાબ આપ્યો હતો. જેથી પોલીસે ફોન કરીને બોલાવવાનું કહેતા અને મુન્નો કેબીન પાછળ ગયો હતો અને આપણા ગેરેજે પોલીસવાળા આવેલા છે તમે બધા તૈયારીમાં આવજો તેમ વાત કરી હતી. થોડીવારમાં મુન્નાની માતા શાંતા, ભાભી ભાનુ અને પુત્ર જયેશ સહિતના હાથમાં પાવડા અને પાઈપ લઈને આવ્યા હતા અને તમે પોલીસવાળાઓ ફીરોઝ સોલંકી સાથે મળેલા છો અમને હેરાન કરો છો તેમ કહી ઝઘડો કર્યેા હતો. દેકારો કરીને અન્યોને પણ બોલાવવા લાગ્યા હતા. ચારેયે પોલીસ પર છુટા પથ્થરના ઘા ઝીંકયા હતા અને ડ્રાઈવર મહાવીરસિંહને મુન્નાએ હાથમાં લોખંડનો પાઈપ માર્યેા હતો. ધમકી આપવા લાગ્યા હતા અને હવે અમારા ગામમાં આવ્યા તો જીવતા નહીં જવા દઉં.
ફસાયેલી પોલીસે તુર્ત જ અન્ય સ્ટાફને બોલાવ્યો હતો અને મહિલા પોલીસ સાથે પહોંચ્યા હતા. પોલીસ આવતા મહિલાઓ નાસી ગઈ હતી. જયારે મુન્નો અને તેેેનો પુત્ર જયેશ પોલીસના હાથમાં આવી જતા બન્નેને પીસીઆરમાં બેસાડીને પોલીસ મથકે લઈ આવ્યા હતા. ચારેય વિરૂધ્ધ હત્પમલો અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech