પોરબંદરનું એરપોર્ટ છેલ્લા ચાર વર્ષથી ફલાઇટના અભાવે બિનઉપયોગી બની ગયુ છે અને મુખ્યમંત્રી સહિત માત્ર નેતાઓની ઉડાઉડ માટે વિમાન અહીં આવે છે તો બીજી બાજુ પોરબંદરના એરપોર્ટ પાસેથી નગરપાલિકાના તંત્રએ ૩ કરોડ ૮૦ લાખ ૨૫ હજાર ૨૧૩ પિયાનો વેરો વસુલવાનો બાકી છે. જેની સોશ્યલ મીડિયામાં સ્લીપ વાઇરલ થઇ છે. તેમાં દર્શાવ્યુ છે કે અઢી કરોડ જેવો વેરો અગાઉનો બાકી છે ત્યારે ત્યારે શહેરીજનો પાસે વેરાની પઠાણી ઉઘરાણી કરતુ નગરપાલિકાનું તંત્ર એરપોર્ટને સીલ મારવા જશે? કે ઢોલ નગારા વગાડશે? તેવા સવાલ ઉઠવા પામ્યા છે.
તાજેતરમાં જ પોરબંદરમાં નગરપાલિકાના તંત્રએ સાંઢીયા ગટરની સફાઇ અને સમારકામ માટે સવા કરોડ પિયા રાજ્ય સરકાર પાસે માંગ્યા છે. ત્યારે શહેરીજનો જુદા જુદા પ્રકારે સૂચનો કરીને નગરપાલિકાને પિયા ભેગા કરવા માર્ગદર્શન આપી રહ્યા છે તેવામાં સોશ્યલ મીડિયામાં નગરપાલિકાની એરપોર્ટ પાસેની વેરા વસુલાતનું બીલ વાયરલ થયુ છે જેમાં એવું જણાવવામાં આવ્યુ છે કે, શ્રી ભારતીય વિમાન પતન પ્રાધિકરણ-પોરબંદર હવાઇ મથકને નોટીસ અપાઇ છે કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ અન્વયે ૧-૪-૨૦૨૪ થી શ થતી અને ૩૧-૩-૨૦૨૫ના પૂરી થતી મુદત માટે લેણી થતી રકમ ૩ કરોડ ૮૦ લાખ ૨૫ હજાર ૨૧૩ પિયા છે. જેમાંથી જો નગરપાલિકાનું તંત્ર બાકી બીલની રકમ ૩-૧૧-૨૦૨૪ પહેલા ચૂકવી દે તો ૧૦% રીબેટ પણ મળી શકે તેમ છે અને રીબેટની રકમ બાદ કરવામાં આવે તો નગરપાલિકાના તંત્રએ ૩ કરોડ ૬૯ લાખ ૫૩ હજાર ૪૧૭ પિયા ચુકવવાના થાય છે. ત્યારે એરપોર્ટ ઓથોરીટી પોરબંદર નગરપાલિકાના તંત્રને આ વેરો ચૂકવી દે તો સાંઢીયા ગટરના સમારકામનો પ્રશ્ર્ન હલ થઇ જાય અને બીજા અનેક વિકાસના કામો હાથ ધરી શકાય તેમ છે.
પોરબંદરમાં લોકો જ્યારે વેરા ભરવામાં અખાડા કરે ત્યારે નગરપાલિકાનું તંત્ર તેની આબની ધુળધાણી કરીને ઢોલ નગારા વગાડવા માટે કર્મચારીઓને મોકલી દે છે અને જો વેરો ભરપાઇ કરવામાં આવે નહી તો સીલ પણ મારી દેવામાં આવે છે ત્યારે પોરબંદરમાં એરપોર્ટ ખાતે નગરપાલિકાના કર્મચારીઓ કેમ વેરા વસુલાત માટે આંટાફેરા કરવા જતા નથી ? અને ઢોલનગારા વગાડવાની હિંમત કેમ કરતા નથી?તેવો સવાલ પોરબંદરવાસીઓ ઉઠાવી રહ્યા છે.
તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરવા બીજી ઓકટોબરે પોરબંદર આવ્યા હતા અને એરપોર્ટ ખાતે તેઓ હવાઇમાર્ગે આવ્યા હતા તે ઉપરાંત સાંસદ ડો. મનસુખ માંડવીયા પણ ચૂંટાયા પછી ત્રીજી વખત હવાઇમાર્ગે પોરબંદર આવ્યા છે તેમના માટે એરપોર્ટના દરવાજા ખુલે છે અને ફલાઇટો પણ આવે છે પરંતુ લોકોને જ્યારે ફલાઇટની સુવિધા આપવાની વાત હોય ત્યારે કાંતો રનવે ટૂંકા પડે છે અથવા કોઇ એરલાઇન્સ કંપની આવવા તૈયાર નથી એવા બહાના બતાવાય છે તેથી પોરબંદર નગરપાલિકામાં, રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપનું શાસન છે ત્યારે પાલિકાની વેરા વસુલાતની સરકારી તંત્ર સામેની નબળી નીતિની પણ ટીકા ટીપ્પણી થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech