બાળકો અને મહિલાના વોર્ડમાં દર્દીઓ માટે ઓ.આર.એસ. પીવડાવવાની પણ વ્યવસ્થા ગોઠવાઈ: જામનગરની સેવા ભાવિ સંસ્થાના સહયોગથી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણીના પરબ ઉભા કરાવાયા
જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને ઉનાળાના સમયમાં ગરમીમાં રાહત મળી રહે તેના સંદર્ભમાં જી.જી. હોસ્પિટલના તંત્ર દ્વારા એર કુલર મુકવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકારી જી.જી. હોસ્પિટલના જે વોર્ડમાં એ.સી.ની સુવિધા છે તે તમામ એર કન્ડિશન મશીનોની ચકાસણી કરી લેવાઈ છે. આઇસીસી યુનિટ સહિતના વિભાગમાં તેની ચોકસાઈ કરવામાં આવી રહી છેઝ અને કન્ડિશન મશીનો વ્યવસ્થિત ચાલે તેની જુદી જુદી ટીમ દ્વારા ચકાસણી થઈ રહી છે.
આ ઉપરાંત જી.જી. હોસ્પિટલ ના જુદા જુદા વોર્ડ માં દાખલ થયેલા દર્દીઓને ગરમીમાં તકલીફ ન પડે તેના માટે અલગથી એર કુલર ની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હોવાનું જી.જી. હોસ્પિટલ ના સુપ્રી. ડો. દીપક તિવારીએ જણાવ્યું છે. સાથો સાથ બાળકો ના વિભાગમાં તેમજ ગાયનેક વિભાગમાં દર્દીઓ માટે ઓઆરએસ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. જે જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક આપી શકાય તે અંગે વ્યવસ્થા ગોઠવાઈ છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાંથી આવતા દર્દી અથવા તો તેમના સગા વાલાઓને ગરમી દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા ના ભાગરૂપે ખાનગી ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવ્યો છે. જેમાં જી જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા ચલાવતા એચ. આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી માટે પરબ ઉભું કરાયું છે, તેમજ શહેર ભાજપના અગ્રણી અને ડીસ્ટ્રીક બેંકના ચેરમેન જીતુભાઈ લાલના પિતાના નામથી ચાલતા એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ઉનાળાના સમયગાળા દરમિયાન દર્દીઓ અને તેના સગા વ્હાલા માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech