અમદાવાદ –રાજકોટ સિકસલેન બનાવવાનો મામલો ગુજરાત વિધાનસભામાં ચર્ચામાં આવ્યો હતો જેમાં સરકારે કબુલાત કરી હતી કે ૨૦૧૮મા શ થયેલ આ રોડનું કામકાજ આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમ મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. આ સવાલ રાજકોટ પશ્ચિમ ના ધારાસભ્ય ડો દર્શીતા શાહે ઉઠાવ્યો હતો.
ર૦૧૮માં આ રોડનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. તા.૩૧/૧ર/ર૦ર૪ની સ્થિતિએ કામ ૮૦% જેટલું પૂર્ણ થયું છે બાકીનું ૨૦% કામકાજ આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં સમગ્ર રસ્તા નું કામકાજ પૂર્ણ થઈ જશે આ રસ્તો પૂર્ણ થવાના કારણે ૪૫ મિનિટનો સમય બચશે અને ઈંધણની ૨૫ થી ૩૦ ટકા બચત થશે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ૨૦૧ કિલોમીટરના રસ્તામાં ૩૮ ફલાય ઓવર આવે છે જેમાથી ૩૪ ફ્લાયઓવરના કામકાજ પૂર્ણ થયેલા છે.
આ કામકાજ વિલબં થવાનો મુખ્ય કારણ વર્ષ ૨૦૧૮ ૨૦૧૯ અને ૨૦૨૦ ના કોરોનાના કારણે કામકાજ થઈ શકતું નથી આ સિવાય સ્થાનિક પ્રશ્નો ,વન વિભાગની કામગીરીમાં થોડો સંકલનનો અભાવ રહેતા વિલબં થયો હોવાનું જણાવ્યું હતું તો આગામી ડિસેમ્બર મહિનાના અતં સુધીમાં સમગ્ર રોડ પૂર્ણ કરી દેવાશે તેવી ગૃહમાં ખાતરી આપી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જેતપુર રાજકોટ વચ્ચેનો રસ્તો ખોદી કાઢવાનો મામલો ઉઠાવ્યો હતો પરિણામે બે ત્રણ કલાક સુધી રસ્તા કાપતા સમય લાગે છે. જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે રસ્તામાં કામકાજમાં ખોદકામ એટલા માટે કરવું પડે છે કે વિવિધ તબક્કાની મોહરમ કપચી પાથરવી પડે છે જેના પરિણામે આ રસ્તો વિલંબિત થઈ રહ્યો છે. અને જો કોઈ એજન્સી નો પ્રશ્ન હશે તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech