પ્રતિબંધ હટી ગયા બાદ એજન્ટોની સંખ્યામાં 1પ0 જેટલી થઇ જતાં એક પ્રકારે ઇજારાશાહી ખતમ થઇ: ખેડૂતો પણ અન્ય યાર્ડને છોડીને જામનગર પર ઉતારી રહ્યા છે પસંદગી
ડુંગળી ફક્ત કાપતી વખતે જ નહીં વધતાં ભાવને કારણે પણ આંખોમાં પાણી લાવી શકે છે, આવા ઉદાહરણો ઘણી વખત જોવા મળ્યા છે. જામનગરમાં થોડા સમયથી ડુંગળીના સતત વધતાં ભાવનું વાસ્તવિક કારણ તેની ખરીદી અને વહેંચાણને કંટ્રોલ કરતાં એજન્ટો હતાં, જેની મોનોપોલી ને તોડતાં જ સસ્તા ભાવમાં ડુંગળી મળવાનું માર્ગ સરળ થઈ ગયું છે.
મોનોપોલી કેવી રીતે તોડી
જામનગરની આજુબાજુના ખેડુતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારના પાકની જેમ ડુંગળી પણ વેચવા માટે લાવે છે. પરંતુ અહીં ઘણા વર્ષોથી 5-6 એજન્ટોને જ ડુંગળી વેચવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. આ 5-6 એજન્ટોએ અહીં સાથે મળીને તેમની મોનોપોલી કરી હતી. આ મોનોપોલી ને લીધે, ન તો ખેડુતોને ડુંગળી માટે યોગ્ય કિંમત મળી રહી હતી અને રિટેલ માર્કેટમાં પણ યોગ્ય ભાવે આગળ ડુંગળી વેચાઇ ન સકતી હતી. હાપા માર્કેટિંગ યાર્ડના મેનેજમેન્ટે આ સમસ્યાની શોધ કરીને ડુંગળી માટે એજન્ટશિપ ખોલી દીધી છે આ પછી, હવે ડુંગળી માટેના એજન્ટોની સંખ્યા વધીને 150 થઈ ગઈ છે. આ ફેરફાર આજ અઠવાડિયે તાજેતરમાં થયો છે.
પહેલાથી 10 ગણું વધુ વેચાણ
અગાઉ, જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ ડુંગળી 400 થી 500 મણ વેચવામાં આવતી હતી, જે હવે 10 ગણું વધુ એટલે કે 4000 થી 5000 મણ વેચાય છે. એટલે કે એજન્ટોની મોનોપોલીનાં અંત પછી, ડુંગળીના વેચાણમાં 10 ગણો વધારો થયો છે.
ખેડુતોને વાસ્તવિક લાભ મળી રહ્યા છે
એજન્ટોની મોનોપોલી સમાપ્ત થયા પછી, નવા એજન્ટો દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખરીદીને કારણે તેના ભાવ ખેડુતોને વધુ સારા મળી રહ્યા છે. ડુંગળી વેચવા આવતા ખેડુતો એજન્ટોની મોનોપોલીના અંત અને નવા એજન્ટોના આગમનથી સીધો લાભ મેળવી રહ્યા છે.
આંકડાઓ શું કહે છે
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની કિંમત વિવિધ ગુણવત્તા અનુસાર 150 પિયા થી 800 પિયા સુધી છે. આ ભાવ ગોંડલમાં મળતા ભાવ કરતા 4 થી 5 પિયા વધુ છે, 22-23 વર્ષમાં, જામનગરમાં ડુંગળી ની આવક 2,95,000 મણ હતી, 23-23 વર્ષમાં 2,25,000 મણ અને વર્ષ 24-25 માં ડિસેમ્બર સુધી 3,47,320 મણ છે.
બીજી બાજુ, જો આપણે ભાવ વિશે વાત કરીએ, તો પછી 22-23 વર્ષમાં, જામનગરમાં ડુંગળીનો સરેરાશ ભાવ 338 રૂપિયા હતો. 23-24 વર્ષમાં 379 પિયા હતો અને આ વર્ષ 24-25 ડિસેમ્બર સુધી 435 પિયા છે.
હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી એજન્ટોને ખુલ્લી છૂટ આપ્યા પછી, ખેડૂતોની આવક અને ખરીદીમાં પણ 50%નો વધારો થયો છે. પાછળથી, તેની આવક વધુ વધવાની સંભાવના છે.
હમણાં ડુંગળીનો પાક નવો છે, તેથી ડુંગળી લાલ રંગમાં આવે છે અને બજારમાં મર્યિદિત માત્રામાં આવે છે. જલદી જ ડુંગળી થોડી જૂની થવાનું શ થાય છે અને ક્રીમ કલરની બજારમાં આવશે, પછી તેની આવક પણ બમ્પર થશે અને પછી તેનો ભાવ પણ ખૂબ ઓછો થશે. સાથેજ એજન્ટોની મોનોપોલી તૂટવા પર બીજો સૌથી મોટો ફાયદો છે કે ડુંગળીની માંગ મુજબ સપ્લાય ન કરવું એટલે કે ‘બ્લેક માર્કેટિંગ’ પણ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. હવે, કોઈ પણ કારણથી ડુંગળી સ્ટોક કરીને, તેની માંગ વધારવા અને પછી તેને વધુ ભાવે બજારમાં વેચવા પર કાબૂમાં રાખવામાં આવી છે.
અત્યાર સુધી ડુંગળી માટે 5 થી 6 એજન્ટો હતા, સંપૂર્ણ છૂટ આપ્યા બાદ હવે 150 જેટલા એજન્ટો ડુંગળીની ખરીદી અને વેચાણ કરાવવા માટે સક્ષમ છે. હવે જામનગરના ખેડૂતો ગોંડલને બદલે હાપા માર્કેટિંગ યાર્ડમાં જ ડુંગળી વેચી રહ્યા છે, તેમ હાપા યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ પટેલે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
હવે ગોંડલને બદલે જામનગર હોટ ફેવરીટ...
ડુંગળી એજન્ટોની મોનોપોલી ને કારણે, જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીની યોગ્ય કિંમત મળી શકતી નથી. જામનગરની આજુબાજુના ખેડુતોને યોગ્ય ભાવે ડુંગળીના પાક વેચવા રાજકોટના ગોંડલ જવું પડ્યું. પરંતુ હવે આ બાબત એજન્ટોની મોનોપોલી દૂર થવાથી સાથે આ પેટર્ન પૂરો થઈ ગયો છે. હવે જામનગરની આસપાસના ખેડુતો ગોંડલની જગ્યાએ જામનગરમાં તેમના ડુંગળીનો પાક વેચી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech