છઇઈં ના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ અગત્યની બેઠક

  • May 30, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ડિસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા આર.બી.આઇ.ના અધિકારીઓની ઉપસ્થિતિમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
ડિસ્ટ્રીટક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના તુલસીદાસ  જેઠાલાલ હાથી વ્યાપાર ઉદ્યોગ સદન તથા રાયચુરા-પલાણ હોલમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અમદાવાદથી આર.બી.આઇ. ના આસીસ્ટન્ટ મેનેજર રાજેન્દ્ર કરાલે, ધ્રુવરાજભાઇ, ગૌરવભાઇ તથા સીનીયર આસિસ્ટન્ટ મેનેજર પ્રવિણભાઇ દ્વારા  વુમન એમ્પાવરમેન્ટ તથા વુમન એન્ટરપ્રેન્યોર વિષય ઉપર વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આ મિટીંગમાં આર.બી.આઇ.ના પ્રતિનિધિઓ દ્વારા સરકારની વિવિધ સ્કીમ અંગે  વિગતે માહિતી  આપવામાં આવી હતી. જેમાં એમ.એસ.એમ.ઇ.ના ચાર્જીસ, લોન કેવી રીતે મેળવવી? સરકારની વિવિધ યોજનાઓના લાભ કેવી રીતે મેળવવા? વગેરે બાબતોની જાણકારી આપવામાં આવી હતી ઉપરાંત લોન લઇ સફળતા મેળવનાર વિવિધ વ્યક્તિઓની ચર્ચા કરવામાં આવી હતી. ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રતિનિધિ અનીલભાઇ કારીયા તેમજ અન્ય દ્વારા આર.બી.આઇ.ના પ્રતિનિધિઓ સમક્ષ લોન મેળવવામાં પડતી મુશ્કેલીઓ વિશે વિગતે જણાવ્યુ હતુ.
આ મિટીંગમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ડી.આર. પરમાર તથા જીગરભાઇ જ્યારે સી.ઇ.ડી.ના જિજ્ઞેશભાઇ ચૌહાણ, અમીતભાઇ ડોડીયા, ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રતિનિધિઓ પદુભાઇ રાયચુરા, અનિલભાઇ કારીયા, દિલીપભાઇ ગાજરા, જતીનભાઇ હાથી, ટી.કે. કારીયા, જયેશભાઇ પત્તાણી, દિવ્યેશભાઇ સોઢા, સુમિતભાઇ સલેટ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પી.સી.સી. બેન્કના ત્રિવેદીભાઇ તથા ભાવનાબેન, નવજીવન ભટ્ટ અને નારીશક્તિના  વિકાસ અર્થે કાર્યરત સમાજસેવિકા દુર્ગાબેન લાદીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News