અમદાવાદમાં આજે સાંજે વરસેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર સામે આવ્યા છે. જેના કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદમાં આ વર્ષે વરસાદી પાણી નહીં ભરાય તેવી સત્તાધારીપક્ષના નેતાઓ દ્વારા વાત કરવામાં આવી હતી. ત્યારે આ વાત પોકળ સાબિત થતી જણાઈ રહી છે. સતાધાર ચાર રસ્તા, હેલ્મેટ બ્રિજ અને સિલ્વરની બ્રિજ નીચે વરસાદી પાણી હતા. વરસાદ પડતા જ અને પાણી ભરાતા હેલ્મેટ ચાર રસ્તા અને શિવરંજની ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
સૌથી મહત્વની વાત એ છે કે વરસાદ બપોરબાદ એટલે કે સાંજના સમયે આવ્યો હતો. જેના કારણે ઓફિસથી ઘરે જનારા લોકોનો સાંજનો સમય હોવાથી શહેરમાં ભરાયેલા પાણીના કારણે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રસ્યો જોવા મળ્યા હતા. જેમાં એસજી હાઈવે, વેજલપુર, શિવરંજની, હેલ્મેટ ચાર રસ્તા, જોધપુર સર્કલ, કાંકરીયા, મકરબા રોડ સહિતના વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો.
આગામી ત્રણ કલાકમાં કેટલાક જીલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં કચ્છ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં 60 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડશે. આ ઉપરાંત અમદાવાદ અને સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech