પોરબંદર ના રાણાવાવ તથા આજુબાજુના વિસ્તારમાં રવિવારે સાંજે એક કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો પોરબંદર તથા કુતિયાણામાં ઝાપટા વરસ્યા છે. પરંતુ આજે સવારથી તડકો જોવા મળ્યો છે.
દિવાળીના તહેવાર નજીક છે છતાં ચોમાસુ પૂર્ણ થયું ન હોય તેમ પોરબંદર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે રવિવારે સાંજે રાણાવાવ તથા આજુબાજુના બિલેશ્વર સુધીના ડુંગરાળ વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો પાંચ થી છ વાગ્યા દરમિયાન આ વરસાદ એકીધારો વરસ્યો હતો. જેના કારણે રાણાવાવ સહિત આજુબાજુના વિસ્તારમાં ફરી પાણી ભરાઈ ગયા હતા. નજીકના બિલેશ્વર તથા સહિતના બરડા ડુંગર વિસ્તારમાં પણ ઠેર ઠેર હળવા ભારે ઝાપટાઓ પડ્યા હતા. ફોદાળા અને ખંભાળા ડેમ ઉપર પણ વરસાદ વરસ્યો છે.એ જ રીતે પોરબંદર શહેર અને તેના આજુબાજુના અમુક વિસ્તારોમાં રવિવારે સાંજે વરસાદ વરસી રહ્યો છે. રાણા કંડોરણા કુતિયાણા સહિતના આજુબાજુના વિસ્તારમાં પણ હળવા ભારે ઝાપટા વરસ્યા છે.રાણાવાવમાં ચારથી પાંચ વાગ્યા દરમ્યાન ૨૩ મિલી મીટર જ્યારે કુતિયાણામાં આઠ મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech