જામનગરમાં વીશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘના ઉપાશ્રય ખાતે ચાતુમાંસ માટે બિરાજતા હિતસ્વીતાશ્રીજી મહારાજ સાહેબએ જામનગરના જૈન સંઘો માટે એતિહાસિક કિર્તિમાનરૂપ ૭ર ઉપવાસનું આતિ કઠોર તપ તા. ૨૧મીએ પું કર્યા બાદ ગઇકાલે રવિવારેના રોજ જૈન સંઘ દ્વારા ખુબ ઉલ્લાસ પુર્વક મુનિ મહારાજોની નિશ્રામાં તપસ્વીના પારણા યોજાયા બાદ નવકારશી અને બપોર બાદ છેલ્લા પાંચ દિવસથી ચાલુ પંચાન્હિકા ઉત્સવની પુર્ણાડુતિ વેળાએ પંચ કલ્યાણક પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભક્તિસુરીશ્વરજી મહારાજ સમુદાયના પંન્યાસ પ્રવર ડો. અરુણવિજયજી મહારાજના શિષ્યરત્ના એવા હિતસ્વીતાશ્રીજી મહારાજએ મુનિ હેમંતવિજયજી અને મુની દેવરક્ષિતવિજયજીની નિશ્રામાં ભગવાન મહાવીરના આયુષ્યકાળના વર્ષો જેટલા ૭૨ દિવસના ઉપવાસનો સંકલ્પ ધારણ કર્યા બાદ તા. ૧૨ જુલાઈથી આ કઠોર તપની આરાધના શરું કરી હતી. જેની તા. ૨૧મી સપ્ટેમ્બરે પુર્ણાડુતિ અગાઉ વીશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘના ઉપાશ્રય ખાતે પંચાન્હિકા ઉત્સવ તા. ૧૮ સપ્ટેમ્બરના બુધવારથી પંચાન્હિકા ઉત્સવ શરું થયો હતો. જેમાં પ્રથમ દિવસે પુષ્પાંજલી પુજન, ભાવયાત્રા, આદી જિન મહિલા મંડળની સાંજી. બીજા દિવસે જયોતિ વિનોદ ઉપાશ્રય ખાતે તપની અનુમોદનાર્થે ભાવ યાત્રા અને સાંજી, ત્રીજા દિવસે સવારે શ્રાવિકા ઉપાશ્રય ખાતે સાંજી બાદ જ્યોતિ વિનોદ ઉપાશ્રય ખાતે ત્છષિમંડલ મહાપુજન, ચોથા દિવસે શનિવારે સવારે જ્યોતિ-વિનોદ ઉપાશ્રય ખાતે વર્ધમાન શકસ્તવ મહાભિષેક બાદ રાત્રે સાંજી તેમજ આજે પાંચમા દિવસે રવિવારે તા. રરની સવારે ૭ વાગ્યે ૭૨ ઉપવાસનાઉગ તપસ્વી હિતસ્વીતાશ્રીજી મહારાજને તપગચ્છ સંઘના ઉપાશ્રયથી બહેનોએ પાલખી સ્વરૂપે સોઢાના ડેલા ખાતે આવેલા તેઓના સંસારી ભાઈ ભરતભાઈ ધીરજલાલ મહેતાના નિવાસસ્થાને લાવીને મુનિ મહારાજોની નિશ્રામાં પારણા કરાવ્યા હતા. આ વેળાએ મુનિ દેવરક્ષિતજી, મુનિ હમંતાવિજયજી, મુનિ દીપરત્નસાગરજીએ પસંગોચિત સંબોધન કર્યું હતું. જે બાદ જૈન સંઘની નવકારશી યોજાઈ હતી. ત્યાર પછી બપોરે ૩:૩૦ વાગ્યે ચાંદી બજારના શેઠજી દેરાસર ખાતે પાર્થ્વનાથ પંચ કલ્યાણક પુજા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech