ધો. 10 મા બેઝિક ગણિત પછી સામાજિક વિજ્ઞાનમાં પણ ધબડકો:18, 500 ગેરહાજર

  • March 04, 2025 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં ધોરણ 10 માં નોંધાયેલા વિદ્યાર્થીઓ કરતાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યામાં હજારો વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા આવું કેમ થઈ રહ્યું છે તે મુદ્દો બોર્ડના સત્તાવાળાઓ માટે ચિંતનનો વિષય બની ગયો છે.

જ્યારે વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા ધોરણ 10 માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે વિકલ્પો આપવામાં આવ્યા હતા ત્યારે સંખ્યાબંધ વિદ્યાર્થી ઓએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ અપનાવ્યો હતો. પરંતુ બીજા જ વર્ષે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિતને પસંદગી આપી હતી. જોકે આમાં પણ પરીક્ષાર્થીઓની ગેરહાજરીનો મુદ્દો મહત્વનો બન્યો છે. ગણિતની પરીક્ષામાં 21455 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા પછી ગઈકાલે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનના પેપરમાં પણ આવું જ બન્યું હતું. આ પરીક્ષા માટે કુલ 7,98,544 પરીક્ષાર્થીઓ નોંધાયા છે તે પૈકી 7,80,044 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 18,500 એ ડ્રોપ લઈ લીધો હતો.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડ્રોપ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 10 ના વિદ્યાર્થીઓની સરખામણીએ ઘણી ઓછી છે.

દરમિયાનમાં ગઈકાલે ધોરણ 10 માં જામનગર ખાતે એક કોપી કેસ નોંધાયો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાટણમાં સાત કોપી કેસ નોંધાયા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વડોદરામાં એક કોપી કેસ નોંધાયો છે. ગાંધીનગરના પરીક્ષા કેન્દ્રમાં એક વિદ્યાર્થી મોબાઇલ સાથે પકડાતા તેની સામે ગેરરીતીનો કેસ નોંધવામાં આવ્યો છે.

બોર્ડની પરીક્ષા હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આજે ધોરણ 10 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એમ ત્રણેય પરીક્ષામાં રજા છે આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતની, સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્રની અને ધોરણ 10 માં અંગ્રેજી (દ્વિતીય ભાષા)ની પરીક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application