શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસઓજી) સમિટમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ગઈકાલે પાકિસ્તાનના ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. નવ વર્ષ બાદ કોઈ ભારતીય વિદેશ મંત્રીની પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત છે. જયશંકરના પાકિસ્તાનમાં આગમનના કલાકો બાદ જ પાકિસ્તાને શાંતિપૂર્વક ભારત સાથે દ્રિપક્ષીય બેઠક યોજવાની ઈચ્છા વ્યકત કરી છે. પાકિસ્તાનના આયોજન અને વિકાસ મંત્રી અહેસાન ઈકબાલે કહ્યું કે તે ભારતે નક્કી કરવાનું છે કે કોન્ફરન્સનમાં પાકિસ્તાન સાથે દ્રિપક્ષીય બેઠક કરવા માંગે છે કે નહીં.
પાકિસ્તાન ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો વચ્ચે દ્રિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ મૂકવા ઈચ્છશે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં પાકિસ્તાનના પ્રધાન અહેસાન ઈકબાલે કહ્યું કે એસસીઓ બેઠકના યજમાન તરીકે ઈસ્લામાબાદ મહેમાનોની ઈચ્છા મુજબ કરશે. અમે ઓફર કરી શકતા નથી. અમારે મહેમાનો મુજબ વર્તવું પડશે. જો મહેમાનો દ્રિપક્ષીય બેઠક ઈચ્છે છે, તો ચોક્કસપણે ખૂબ ખુશ થઈશું. અહેસાન ઈકબાલે વધુમાં કહ્યું કે યજમાન તરીકે ખરેખર કોઈના પર દબાણ ન કરી શકીએ કે તેઓ દ્રિપક્ષીય બેઠક ઈચ્છે કે ન ઈચ્છે.
આ પહેલા ભારત અને પાકિસ્તાન બંનેએ એસઓજી કોન્ફરન્સ સિવાય અન્ય કોઈ બેઠકનો ઈન્કાર કર્યેા હતો. યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન ભારત સાથે વેપાર સંબંધો પુન:સ્થાપિત કરવા માંગે છે કે નહીં, ત્યારે ઇકબાલે કહ્યું કે બંને પક્ષોએ લાહોર કરાર અનુસાર કામ કરવું જોઈએ. જો લાહોર સમજૂતીનું પાલન કરીએ તો એવી કોઈ સમસ્યા નહીં રહે જે સાથે મળીને ઉકેલી શકાય નહીં.
જયશંકરની પાકિસ્તાન મુલાકાતને ઈસ્લામાબાદમાં ભારત માટે સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં આ વર્ષે બે દિવસીય એસઓજી સમિટનું આયોજન કયુ છે. પાકિસ્તાનમાં રેડ કાર્પેટ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે કાશ્મીર અને સરહદ પારના આતંકવાદને લઈને છેલ્લા નવ વર્ષમાં બંને દેશો વચ્ચેના સંબંધો ઠંડા રહ્યા છે. ત્યારે કોઈપણ ભારતીય મંત્રી દ્રારા પાકિસ્તાનની મુલાકાત દૂરનું સ્વપન બનીને રહી ગયું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech