ગદર 2ની અપાર સફળતા બાદ લોકો સની દેઓલની ફિલ્મ લાહોર 1947ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજકુમાર સંતોષી આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. વળી, તે આમિર ખાનના પ્રૉડક્શન હાઉસના બેનર હેઠળ બની રહી છે. ત્રણેય દિગ્ગજો પહેલીવાર એક ફિલ્મ માટે સાથે આવ્યા છે. હવે આ ફિલ્મને લઈને એક નવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની દેઓલ આ ફિલ્મના શૂટિંગ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મના સેટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આગામી સપ્તાહથી તેનું શૂટિંગ શરૂ થવાની આશા છે. એક મીડિયા રિપોર્ટમાં એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે દિગ્દર્શક રાજકુમાર સંતોષી ફિલ્મ માટે ખાસ વિઝન ધરાવે છે અને તેમણે મડ આઇલેન્ડના વૃંદાવન શૂટિંગ સ્ટુડિયોમાં આ દ્રશ્યને ફિલ્માવવા માટે એક શરણાર્થી શિબિર સ્થાપી છે.
મળતી માહિતી મુજબ, આ ફિલ્મનું શૂટિંગ 12 ફેબ્રુઆરીથી શરૂ થશે. તાજેતરમાં જ ફિલ્મના દિગ્દર્શકે ખુલાસો કર્યો હતો કે તેઓ આ ફિલ્મના સંગીત માટે ઓસ્કાર વિજેતા એઆર રહેમાન અને ગીતકાર જાવેદ અખ્તર સાથે કામ કરી રહ્યા છે.
આ વિશે વાત કરતાં સંતોષીએ તેને ડ્રીમ ટીમ ગણાવી હતી. સાથે જ તેણે કહ્યું હતું કે, "આ મોટા બજેટની ફિલ્મ માટે, હું સંગીતકાર તરીકે એ.આર. રહેમાન સિવાય અન્ય કોઈને વિચારી શકતો નથી, તે આ સમયે વિશ્વના ટોચના સંગીતકારોમાંના એક છે. જાવેદ અખ્તરની સાથે મારો કેટલાક વર્ષોથી સંબંધ સારો રહ્યો છે, એક ગીતકાર તરીકે તેમનું હોવું ખરેખર ખુશીની વાત છે. આ ખરેખર એક ડ્રીમ ટીમ છે. આવી ફિલ્મ માટે આખી કાસ્ટ એકસાથે આવે તે દુર્લભ વાત છે. બધી સકારાત્મકતા સાથે અમે ફિલ્મનું શૂટિંગ જલદી શરૂ કરીશું."
આ વાતચીત દરમિયાન સંતોષીએ 'લાહોર 1947'ને તેની કારકિર્દીની સૌથી ખાસ ફિલ્મ ગણાવી હતી. આ મામલાને આગળ વધારતા તેણે કહ્યું હતું કે, "આ સૌથી પ્રતિભાશાળી લોકોનું પુનઃમિલન છે. મેં અંદાજ અપના અપનામાં આમિર સાથે કામ કર્યું હતું. આ વખતે તે ફિલ્મના નિર્માતા તરીકે કામ કરી રહ્યો છે. બીજી તરફ, સની દેઓલ સાથે. અમે ઘાયલ, દામિની અને ઘટક જેવી સારી ફિલ્મો બનાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech