એવિએશન સેક્ટરની દિગ્ગજ કંપ્ની એરબસ પણ આગામી સમયમાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરવા જઇ રહી છે. કંપ્નીએ લગભગ 2,500 લોકોને છૂટા કરવા નિર્ણય કર્યો છે. એરબસની મુખ્ય હરીફ બોઇંગે પહેલેથી જ મોટી છટણીની જાહેરાત કરી છે. કંપ્નીએ ડિફેન્સ અને સ્પેસ ડિવિઝનમાંથી છટણી કરવાનો નિર્ણય કર્યો છે. આ વિભાગોમાં લગભગ 35 હજાર કર્મચારીઓ કામ કરે છે. કંપ્નીનું કહેવું છે કે વધતા ખર્ચ અને ડિફેન્સ પ્રોજેક્ટ્સમાં વિલંબના કારણે આ કડક નિર્ણય લેવો પડ્યો છે.
એરબસ એ દિગ્ગજ વિમાન નિમર્તિા યુરોપિયન કંપ્ની છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ નિર્ણયની સૌથી વધુ અસર સ્પેસ ડિવિઝન પર પડશે. તેમાં ફાઇટર એરક્રાફ્ટ અને સાયબર સિક્યોરિટી ઓપરેશન્સ પણ સામેલ છે. હાલમાં એરબસે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.
રિપોર્ટ અનુસાર, એરબસ સ્પેસ સેક્ટરમાં તેના કાર્યક્રમો પર લગભગ 980 મિલિયન ડોલર ખર્ચ કરી રહી છે. હવે કંપ્ની આ કાર્યક્રમોને આગળ વધારવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં રીસ્ટ્રક્ચરિંગ સહિતના તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
બોઇંગમાંથી 17 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે
રિપોર્ટ અનુસાર, એરબસ આ છટણીને લઈને કર્મચારી યુનિયન સાથે પણ વાતચીત કરી રહી છે. એરબસ પેસેન્જર અને કાર્ગો પ્લેન માટે જાણીતી છે. જો કે, તેની પાસે સંરક્ષણ, અવકાશ અને હેલિકોપ્ટર ડિવીઝન પણ છે. તાજેતરમાં બોઇંગે તેના વૈશ્વિક કર્મચારીઓમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે લગભગ 17 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે. હડતાળના કારણે કંપ્નીને મોટું નુકસાન થયું છે. કંપ્નીના કર્મચારીઓ સારા પગાર અને પેન્શનની માંગને લઈને હડતાળ પર છે. આ સિવાય કંપ્ની પહેલાથી જ તેના એરક્રાફ્ટની ગુણવત્તાને લઈને ગંભીર આરોપોનો સામનો કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિટી બસ કાંડ: ડ્રાઇવરો-બસની ફિટનેસનું ચેક અપ કરવા મ્યુનિ.કમિશનરનો પરિપત્ર
April 18, 2025 03:12 PMરાજકોટની તરૂણવયની છાત્રા પર ચાલુ બસે દુષ્કર્મ
April 18, 2025 03:09 PMદબાણોનું ડિમોલીશન કરવાના બદલે ભાડા પેટે જગ્યા ફાળવી દો: કોંગ્રેસ
April 18, 2025 03:07 PMકતલ માટે ક્રૂરતાપૂર્વક બાઇકમાં બાંધીને લઇ જવાતા ત્રણ ઘેટાને મળ્યુ નવુ જીવન
April 18, 2025 03:06 PMઆર્થિક સંકડામણના કારણે સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપીમાં ઝંપલાવ્યું
April 18, 2025 03:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech