રાજયના દૂધ સંઘોના ઓડિટમાં અનિયમિતતા અને ગે૨૨ીતિ કરવાના છીંડા રહેતા હતા, તેને બધં કરવાનો પ્રયાસ રૂપે ૧૯૮૩ પછી પ્રથમ વખત ગુજરાત સરકારના સહકારી વિભાગે ઓડીટના નિયમો માં ફેરફાર કર્યેા છે. પરિણામે ફેડરેશન અને જિલ્લા સંઘોના ઓડિટમાં દૂધ ખરીદીના સ્થળોની ચકાસણી તેમજ સંસ્થાના સ્ટોક વેલ્યુએશન રિપોર્ટ રજૂ કરવો પડશે.
રાયના ૩૨ લાખથી વધુ પશુપાલકોના હીત સાથે સંકળાયેલા રાય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને જિલ્લા દૂધ સહકારી સંઘોના ઓડિટમાં ૧૯૮૩ પછી પ્રથમ વખત ગુજરાત સરકારના સહકારી વિભાગે ફેરફાર કર્યેા છે. જે અનુસાર મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને જિલ્લા સહકારી સંઘોએ ફરજિયાતપણે તેઓ દૂધની કયાંથી ખરીદી કરે છે અને વર્ષના અંતે તેમની પાસે કેટલી કિંમતનો સ્ટોક પડયો છે તે સહિતની બાબતોને ઓડિટમાં રજૂ કરવાની રહેશે. જેના કારણે મિલ્ક માર્કેટિંગ અને દૂધ સંઘોના ઓડિટમાં અનિયમિતતા અને ગે૨૨ીતિ કરવાના છીંડા રહેતા હતા, તેને બધં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ બાબતે સહકાર મંત્રી જગદિશ પંચાલે કહ્યું છેલ્લા કેટલાક સમયથી ઓડિટની પધ્ધતિમાં ફેરફાર કર્યેા ન હોવાથી હવે ફેરફાર કરવામાં આવ્યો છે.હવે પછી સહકારી સંઘોએ સભાસદોની વિગત, નોંધાયેલી અને સૂચિત મંડળીઓની વિગત, દૂધ ખરીદી કેન્દ્રો, ફેડરેશન–દૂધ સંઘની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીલક્ષી માહિતી અને ભરતી સંબંધિત બાબતોનો ઓડિટમાં સમાવેશ કરવાનો રહેશે.
સહકારી દૂધ સંઘોએ પ્રોજેકટ પોલિસી, સંસ્થાના તમામ મકાનો, મશીનરી, વાહનો, માલ સ્ટોક, રોકડ રકમના વીમા અંગેની માહિતી પણ આપવી પડશે.ફેડરેશને પોતાના ઓડિટમાં પોતાના આયોજનો અને ઉત્પાદન બાબતની માહિતી, દૂધની આવક જાવકનું અને દૂધ તથા દૂધની બનાવટોના ઉત્પાદન, વેચાણ અંગેની જાણકારી આપવી પડશે.
આ સાથે કુલ દૂધ નિકાલમાં આવતી ઘટ, પ્લાન્ટના ઉપયોગ, લેબર અને ટ્રાન્સપોર્ટેશન કોન્ટ્રાકટ, પાંચ લાખથી વધુના ખર્ચ, ખરીદીના કરારોનો અહેવાલ રજૂ કરવો પડશે. ઓડિટ વખતે દૂધ સંઘો અને મિલ્ક માર્કેટીંગ ફેડરેશને સંસ્થાની સ્થાયી મિલકત, અમલીકરણ થતા પ્રોજેકટસ, તમામ કોર્ટ કેસની અધતન માહિતી, સંસ્થાના સરવૈયા અને નફા–નુકશાન ની માહિતી પણ રજૂ કરવાની રહેશે.
ધણા લાંબા સમયથી રાજયના દૂધ ઉત્પાદક સંધોમાં મંડળીના ડિરેકટરો અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સંસ્થાઓની મિલકતો પર થતી લેતીદેતીના મામલે સરકાર ગંભીર બની છે હવે આવતા દિવસોમાં આ તમામ બાબતો ની માહિતી રજૂ કરવા નું ફરજિયાત કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech