શેરડીમાંથી ગોળના રાબડા બનાવવાની સીઝનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાંથી અપાયેલા આદેશના પગલે ગોળના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ અને સેમ્પલિંગ કરવાની રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ ચાલી રહી છે જે અંતર્ગત રાજકોટ શહેરની વિવિધ મુખ્ય બજારોમાં ગોળના દસ હોલસેલર વેપારીઓને ત્યાં મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા દરોડા કાર્યવાહી હાથ ધરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે શક્તિવર્ધક પદાર્થ માનીને ગોળ ખાનારને ખ્યાલ હોતો નથી કે તેમાં સ્વાસ્થ્ય નાશક પદાર્થોની ભેળસેળ હોય છે ! ખરાબ શેરડીમાંથી બનાવેલો ગોળ તેમજ કેમિકલ ભેળવેલો ગોળ જન આરોગ્ય માટે વ્યાપક નુકસાન કર્તા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ શહેરની વિવિધ બજારોમાંથી દસ સેમ્પલ લઇને ફૂડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી કરાઇ હતી જેમાં (૧) કોલ્હાપુરી ગોળનું સેમ્પલ સ્થળ- ગોકુલ ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ ખાતેથી (૨) દેશી ડબાનો ગોળ લુઝનું સેમ્પલ સ્થળ- જયદીપ ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ ખાતેથી
(૩) કોલ્હાપુરી ગોળ લુઝનું સેમ્પલ સ્થળ-અલી હુસૈન બદ્દરૂદિન ભારમલ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ ખાતેથી (૪) શ્રીજી શુધ્ધ દેશી ગોળનું સેમ્પલ સ્થળ- અલી હુસૈન બદ્રુદિન ભારમલ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ ખાતેથી (૫) કોલ્હાપુરી ગોળનું સેમ્પલ સ્થળ- અજયભાઈ ભરતભાઇ સોમૈયા, કંદોઇ બજાર કોર્નર, પરાબજાર મેઇન રોડ ખાતેથી (૬) સુખડી ગોળનું સેમ્પલ સ્થળ- અજયભાઈ ભરતભાઇ સોમૈયા, કંદોઇ બજાર કોર્નર, પરાબજાર મેઇન રોડ ખાતેથી (૭) રાજમણી શુધ્ધ દેશી ગોળનું સેમ્પલ સ્થળ- મે. અંદરજી ગોકલદાસ ગોળવાળા, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ ખાતેથી
(૮) કોલ્હાપુરી દેશી ગોળનું સેમ્પલ મે. અંદરજી ગોકલદાસ ગોળવાળા, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ ખાતેથી (૯) શુધ્ધ દેશી ગોળ (બરફી)નું સેમ્પલ સ્થળ- પીતામ્બરદાસ ભવાનભાઈ કક્ક્ડ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ ખાતેથી (૧૦) આદિનાથ દેશી ગોળનું સેમ્પલ અન્નપૂર્ણા ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ ખાતેથી લેવામાં આવ્યું હતું.
શ્રીરામ ફ્રૂટ કોલ્ડ્રિંક્સમાં ત્રણ કિલો વાસી જથ્થાનો નાશ
રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અભય એપાર્ટમેન્ટ, ૧૩-ન્યુ જાગનાથ પ્લોટ મુકામે આવેલ શ્રીરામ ફ્રૂટ એન્ડ કોલ્ડ્રિંક્સ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ કાપેલા વાસી ફ્રૂટનો અંદાજે ત્રણ કિલો વાસી અખાદ્ય પદાર્થોના જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને સ્થળ ઉપર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMજામનગર: મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ
April 30, 2025 06:41 PMજામનગરના મોરાર સાહેબ ખંભાળિયા ગામે નદી પર બનેલ રહેલ બ્રિજનું કામ ગોકળગતીએ
April 30, 2025 06:38 PMજામનગરના મોરાર સાહેબના ખંભાળીયા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનોમાં રોષ
April 30, 2025 06:31 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech