દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે પ્રથમ રાઉન્ડની બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા

  • June 04, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈચ્છુક ઉમેદવારોએ તા.૩૦ જૂન સુધીમાં ફોર્મ ભરી શકશે


દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ – જામખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુર ખાતે વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો માટે પ્રથમ રાઉન્ડમાં રહેલ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા તા.૩૦-૦૬-૨૦૨૫ સુધી છે.


જેમાં ટ્રેડ પ્રમાણે ઈલેક્ટ્રીશીયન, એટેન્ડન્ટ ઓપરેટર (કેમીકલ પ્‍લાન્ટ), ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર, પ્લમ્બર, મીકેનીક ડીઝલ, ટુ વ્હીલર ઓટો રીપેરર, મોટર રીવાઈન્ડર કમ સોલર ટેકનીશીયન, વાયરમેન, કોપા, વેલ્ડર, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ, હેલ્થ સેનેટરી ઇંસ્પેક્ટર, ફિટર, સોલાર ટેકનીશીયન(ઇલેકટ્રીકલ) અને  કોમ્પ્યુટર હાર્ડવેર & નેટવર્ક મેઈન્ટેનન્સમાં બેઠકો ભરવાપાત્ર છે.


આ બેઠકો ઉપર પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ પ્રવેશ ફોર્મ ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર તા.૩૦-૦૬-૨૦૨૫ સુધી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા કોઈપણ આઇ.ટી.આઇ. ખાતે અસલ ડોકુમેન્ટ લઈ વિના મૂલ્યે ફોર્મ ભરાવી શકશે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા આચાર્ય આઈ.ટી.આઈ. જામખંભાળીયાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application