'હીરામંડી' બાદ કરિયરમાં દુષ્કાળ આવ્યાનો અદિતિનો વસવસો

  • March 31, 2025 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંજય લીલા ભણસાલીનો ડ્રીમ પ્રોજેક્ટ 'હીરામંડી: ધ ડાયમંડ બજાર'ને ક્રિટિક્સથી લઈને દર્શકો બધાએ ખૂબ વખાણી હતી. સિરીઝમાં મનીષા કોયરાલા, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા, સોનાક્ષી સિન્હા, ફરદીન ખાન, અદિતિ રાવ હૈદરી સહિત ઘણા પ્રતિભાશાળી અને દિગ્ગજ કલાકારો હતા. સિરીઝ અને તેમાં ભૂમિકા નિભાવનાર કલાકારોના ખૂબ વખાણ કરવામાં આવ્યા. પરંતુ અદિતિ રાવ હૈદરી ભારે લાઈમલાઈટમાં રહી હતી. ન માત્ર અભિનય પરંતુ સિરીઝમાં તેનું ગજગામિની વોક પણ ખૂબ વાયરલ થયું હતું. સિરીઝમાં તેની સૌથી વધુ સરાહના કરવામાં આવી હતી. તેને આશા હતી કે, તેને વધુ કામ મળશે, પરંતુ એવું થયું નહીં.

અદિતિ રાવ હૈદરીએ કહ્યું કે, 'હીરામંડી: ધ ડાયમંડ બજાર'થી તેને કોઈ ફાયદો થયો નહીં, અદિતિએ ખુલાસો કર્યો કે, સિરીઝ રિલીઝ થયા બાદ તેના પ્રોફેશનલ કરિયરમાં દુષ્કાળ આવી ગયો અને તેણે એ સમયે લગ્નનો નિર્ણય કર્યો.

વાતચીત દરમિયાન, ફરાહ અને અદિતિએ હીરામંડી વિશે વાત કરી હતી. અદિતિએ કહ્યું કે, હીરામંડી બાદ, જે રીતે લોકોએ તેના વખાણ કર્યા અને તેને પસંદ કરી, મને લાગ્યું હવે ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સનો વરસાદ થશે અને પછી અચાનક... હું વિચારી રહી હતી, ખબર નહીં શું થઈ રહ્યું છે? હકીકતમાં એક દુષ્કાળ જેવું હતું.

ફરાહ ખાને નવાઈ પામતા પૂછ્યું, ખરેખર? એટલે તે લગ્ન કરી લીધા! અદિતિ હસતા બોલી, સાચે! મારે કામ પરથી બ્રેક લેવો પડ્યો, લગ્ન કરવા પડ્યા અને પછી પાછું કામ પર પરત ફરવું પડ્યું, પરંતુ લગ્ન ખૂબ મજેદાર હતા. વાતચીત દરમિયાન, ફરાહે અદિતિને પૂછ્યું, એ કઈ ક્ષણ હતી, જ્યારે તેણે સિદ્ધાર્થ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

અદિતિ રાવ હૈદરીએ કહ્યું, ઓહ માય ગોડ, તેમાં એક સેકન્ડ પણ લાગી નહીં... તે ખૂબ જ રમુજી અને સારો વ્યક્તિ છે.તે ક્યારેય દેખાડો કરતો નથી.જે તમે જુઓ છો એ એવો જ છે, અને તે મને ખૂબ પ્રેમ કરે છે. તેના વિશે સૌથી સારી બાબત એ છે કે, મારા, મારા પરિવાર અને જો તેને ખબર હોય કે, કોઈ મારા જીવનનો ભાગ છે અને મારી નજીક છે, તો તે બધાને એકસાથે લાવવાનો પ્રયત્ન કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application