બિગ બોસ 17 ફેમ અભિનેત્રીએ હોસ્પિટલના બેડ પરથી વીડિયો જાહેર કર્યો
અભિનેત્રી અને મોડલ સોનિયા બંસલને પેનિક એટેક આવ્યા બાદ હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સોનિયા છેલ્લા ચાર મહિનાથી પેનિક એટેક જેવી સમસ્યાનો સામનો કરી રહી છે.
'બિગ બોસ સીઝન 17' ફેમ અને મોડલ સોનિયા બંસલ હાલ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલના બેડ પર પડેલા તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પેનિક અટેક બાદ તે દર્દથી પીડાઈ રહી છે. તેની પણ એ જ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાં હિના ખાન કેન્સરની સારવાર લઈ રહી છે.
સોનિયાને પેનિક એટેક આવ્યો હતો. એક એવોર્ડ શોમાં હાજરી આપ્યા પછી તેની તબિયત થોડી લથડી હતી જે બાદ તેને હોસ્પીટલ લઇ જવામાં આવી હતી. રીપોર્ટ અનુસાર સોનિયાને છેલ્લા કેટલાક સમયથી પેનિક અટેક આવી રહ્યા છે અને સોનિયા છેલ્લા થોડા મહિનાઓથી મેન્ટલ હેલ્થ સાથેની ઘણી સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી.
રીપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અ વખતે પણ સોનિયાને પેનિક અટેકને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સાથે જ એમ પણ જણાવ્યું છે કે સોનિયાની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નથી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તે છેલ્લા ચાર મહિનાથી પેનિક એટેક જેવી સમસ્યાનો સામનો કરી રહી છે. જો કે, સોનિયા હિંમત રાખીને મોટીવેટેડ રહે છે અને તેમાંથી બહાર આવવા માટે લડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech