'બડે અચ્છે લગતે હૈ'ના એક્ટર રામ કપૂરે 42 કિલો વજન ઘટાડ્યું, અભિનેતાનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. 'બડે અચ્છે લગતે હૈ' એક્ટર રામ કપૂર એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.
‘બડે અચ્છે લગતે હૈ’ના એક્ટર રામ કપૂર ઈન્ડસ્ટ્રીનો જાણીતો અભિનેતા છે. ટીવી શો બડે અચ્છે લગતે હૈથી રામ કપૂરે ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતુ. રામ કપુર હાલમાં પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈ ખુબ જ ચર્ચામાં છે. તેનો એક વીડિયો અને કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેતાનું ટ્રાન્સફોર્મેશન જોઈ ચાહકો ચોંકી ગયા છે. આ વીડિયોમાં રામ કપૂરને ઓળખવો ચાહકો માટે મુશ્કિલ બની ગયું હતુ. સોશિયલ મીડિયા પર દરેક લોકો અભિનેતાના ટ્રાન્સફોર્મેશનના વખાણ કરી રહ્યા છે.
ટીવીથી લઈ બોલિવુડમાં કરી ચૂક્યો છે કામ
જો આપણે રામ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમણે નાના પડદાંથી લઈ મોટા પડદા સુધી કામ કર્યું છે. બડે અચ્છે લગતે હે સિવાય રામ કપૂર અનેક ટીવી શોમાં પણ જોવા મળી ચૂક્યો છે. ફિલ્મોની વાત કરીએ તો રામ કપૂર સ્ટુડન્ટ ઓફ ધ યર, હમશકલ, કાર્તિક કોલિંગ કાર્તિક, એક મે ઔર એક તુમાં પણ જોવા મળી ચૂક્યો છે. રામ કપૂર છેલ્લી વખત બોલિવુડ ફિલ્મ યુધરામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે રહમાન સિદ્દિકીનો રોલ નિભાવ્યો હતો.
રામ કપૂર કસમ સે ટીવી સિરીયલમાં પણ ખુબ ચર્ચામાં રહ્યો હતો. ચાહકોને રામ કપૂરની એક્ટિંગ ખુબ જ પસંદ છે. અભિનેતા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆગામી તા. ૨૭ ના રોજ જામનગરના રૂા. ૯૪૮૦ લાખના બે કામનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
May 20, 2025 11:22 AMસલાયામાં ખ્વાજા માસુમશાહ સરકાર અને હાજી કમાલશા બાબાનો ઉર્ષ શરીફ
May 20, 2025 11:09 AMભાણવડના મોટા કાલાવડ ગામેથી જુગારધામ ઝડપાયું
May 20, 2025 11:05 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech