જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા શખ્શો સામે થઇ કાર્યવાહી

  • April 01, 2025 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ કરનારા શખ્શો સામે કાર્યવાહી થઇ છે.
વાહનચાલકો સામે પગલા
છાયા જમાતખાના નજીક રહેતા ધવલ ઉર્ફે કોબ્રા વિજય સોલંકી, માધવપરના હર્ષદ કરશન માવદીયા નશાની હાલતમાં બાઇક ચલાવતા નીકળતા  પોલીસે પકડી લીધા હતા. તે ઉપરાંત લકડીબંદરના કિશન ભાયા મકાવણાએ સુભાષનગર નજીક જુના જકાતનાકા પાસે ફૂલસ્પીડે રીક્ષા ચલાવતા તેની પણ ધરપકડ થઇ છે. લાલપુરના ચોરબેડી ગામનો વસીમ અબ્દુલ સમા ફૂલસ્પીડે બાઇક લઇને નીકળ્યો હતો. પોલીસે  તેને ઉભો રાખવાની કોશિશ કરતા ભાગી ગયો હતો. પીછો કરીને એસ.વી.પી. રોડ પરથી તેને પકડી લેવાયો હતો.છાયા નવાપરાની પ્રાથમિક શાળા પાસે રહેતો સંજય સવદાસ રાતીયા નશાની હાલતમાં બાઇક લઇ છાયા નવાપરામાંથી નીકળતા પોલીસે પકડી લીધો હતો. 
દા‚નો દરોડો
બોખીરાની પંચાયત ઓફિસ પાસે રહેતા અશોક અરજન ઓડેદરાને ૪૦૦ ‚ા.ના દા‚ સાથે જી.આઇ.ડી.સી.ના ઓરીએન્ટ રોડ પરથી પકડી લેવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News