તાજેતરમાં દેવભૂમિ દ્વારકા ખાતેની બ્રાંચ ઓફિસ યુનિક એસએચસીએસ લી. સામે જીપીઆઈડી એકટ તળે નોંધાયેલ ફરિયાદમાં આરોપીને જામીન મુકત કરવા આદેશ કરવામાં આવેલ છે.
આ અંગેની ફરિયાદ મુજબ વિગતો એવી છે કે, યુનિક SMCS લી. છેલ્લા ૧૦ વરસથી ખંભાળીયા ખાતે બ્રાંચ ચાલે છે અને રોકાણકારો જે રકમની આ કંપનીમાં પોલીસી ખરીદે છે તેઓને લગભગ ૬(છ) વરસમાં બમણી રકમ પરત આપવામાં આવતી હતી. પરંતુ સને ૨૦૨૩-૨૪ માં પાકતી મુદતે કંપનીએ આ રકમ ચુકવવા વિલંબ થતા રોકાણકારો પૈકી કંપનીના એજન્ટે ખંભાળીયા પો. સ્ટેશનમાં કંપનીના માલિક અને મેનેજર સામે જીપીઆઈડી એકટ તળે ફરિયાદ કરેલ હતી.
આ બનાવમાં કંપનીના મેનેજર જોગીન્દર વર્માની ધરપકડ કરતા તેઓએ ખંભાળીયા સ્પેશીયલ કોર્ટ સમક્ષ જામીન અરજી કરેલી અને મુખ્યત્વે એવી રજુઆત કરાયેલ કે આરોપી માત્ર મેનેજર હતા અને તેઓએ રોકાણકારોની રકમમાંથી કોઈ આર્થિક લાભ લીધેલ નોહોતો અને આ કાયદા અનુસાર જે જે પ્રોસીઝર કરવાની થતી હતી તે કોઈ નિયમોનું પાલન કર્યા વગર તદન ખોટી રીતે ધરપકડ કરાયેલ છે.
ઉપરોકત રજુઆતો ધ્યાને લઈ સ્પે. ડેઝીગ્નેટેડ જજશ્રી એસ. વી. વ્યાસ સાહેબે આરોપીને શરતોને આધીન જામીન મુકત કરવા આદેશ કરેલ હતો. આ કેસમાં આરોપી વતી બચાવ પક્ષે વકીલ અશ્વિન બી. મકવાણા અને નેહા બી. દેસાઈ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહા કુંભમાંથી પરત ફરી રહેલા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં હાર્ટ એટેકથી મોત
February 24, 2025 11:37 AMઓખાના ભરણપોષણના ગુન્હાના આરોપીને ઉતરપ્રદેશમાંથી શોધી જેલ હવાલે કરતી ઓખા મરીન પોલીસ
February 24, 2025 11:33 AMભારતની જીતથી નારાજ પાક ક્રિકેટ ચાહકોએ દુકાનોમાં રાખેલા ટેલિવિઝન સેટ તોડ્યા
February 24, 2025 11:32 AM54 દિવસમાં જ સોનું ૧૧૦૦૦ રૂપિયા વધ્યું, તેજી હજુ ચાલુ રહેશે
February 24, 2025 11:31 AMજામનગર જિલ્લા મહેશ્ર્વરી મેઘવાર સમાજના કાર્યકારી પ્રમુખની નિમણુંક
February 24, 2025 11:28 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech