ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકમાં દસેક મહીના પૂર્વે નોંધાયેલા છેડતીના ગુનામાં નાસતા ફરતા શખ્સ ને સુરતથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની કામગીરીમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુ.ર.નં. ૦૩૭૫/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૭૮.૫૪. મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ભાવેશ ઉર્ફે સીડી મહેન્દ્રભાઈ પટેલ રહે. સીધ્ધાર્થ એન્કલેવસી-૧૦૩, ડીમાર્ટ બાજુમાં ડાંડી રોડ, જાંગીરપૂરા, સુરત વાળા હાલ સુરત ખાતે હાજર હોવાની હકીકત આધારે તપાસ કરતા કરી આરોપી હાજર મળી આવતા તેની પુછપરછ કરતા ગુનાનો એકરાર કરતી હકીકત જણાવતા ભાવેશ ઉર્ફે સીડી મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.૪૫ ધંધો.ખેતી રહે. સીધ્ધાર્થ એન્કલેવ સી-૧૦૩ ડીમાર્ટ બાજુમાં ડાંડી રોડ જાંગીરપૂરા, સુરત મો.નં. ૯૮૨૪૦૨૫૩૧૯)ની ધોરણસર ધરપકડ કરી તેને ભાવનગર ખાતે લાવી નીલમબાગ પોલીસને હવાલે કર્યો હતો.
ઝડપાયેલા આરોપી સામે ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકમાં ગુ.ર.નં.૦૩૭૫/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૭૮,૫૪, મુજબનો ગુનો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ રાજેંદ્રસિંહ સરવૈયા, કેવલભાઈ પાંચાભાઈ સાંગા, માનદીપસિંહ ઉપેન્દ્રસિંહ, તેમજ રાજેંદ્રભાઈ મનાતર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech