જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરી સુચના કરેલ હોય તેમજ લાલપુર મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પીઆઇ એ.એસ. રબારી તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા વર્કઆઉટમાં હતા.
દરમ્યાન જામજોધપુર ટાઉન બીટના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન થર્ડ એડી. ચી. જયુડી મેજી.ની કોર્ટ રાજકોટનો સજા વોરંટનો છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી હાલ બાલવા ફાટક પાસે હોય તેવી ચોકકસ હીકત મળતા વોચ ગોઠવીને આરોપી પંકજ લખમણ રીબડીયા રહે. ઉમીયાનગર ગાયત્રી મંદિરની બાજુમા જામજોધપુરવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
બેડીમાં ટોકન વીના માછીમારી કરવા ગયેલા યુવાન સામે કાર્યવાહી
જામનગરના બેડી દિવેલીયા ચાલી વિસ્તારમાં રહેતા એક માછીમાર સામે ટોકન મેળવ્યા વીના દરીયામાં માછીમારી કરીને પરત આવતા તેની સામે ફીશરીઝ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. દિવેલીયા ચાલીમાં રહેતા માછીમાર સુલતાન મામદ હુશેન ગાધ (ઉ.વ.૨૪) પોતાની ભોગવટાની બોટના કાગળો સાથે નહી રાખીને તેમજ ફીશરીઝ વિભાગની માછીમારી કરવા દરીયામાં જવા અંગેનુ ટોકન મેળવ્યા વીના દરીયામાંથી માછીમારી કરીને પરત આવતા બેડી જુના બંદર ખાતે મરીન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી તેની સામે કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application