માતાજીના માંડવામાંથી પરત ફરતા કાળ ભેટયો : ખારવા રોડ પર કારે રીક્ષાને ઠોકર મારતા પાંચને ઇજા
ધ્રોલના સોયલ ટોલનાકાથી ફલ્લા ગામ વચ્ચે હોટલ નજીકના રોડ પર ગઇકાલે માતાજીના માંડવામાંથી જામનગર તરફ આવતા હતા ત્યારે અચાનક કુતરુ આડુ ઉતરતા તેને બચાવવા જતા બાઇક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં ગંભીર ઇજા પામેલા એક યુવાનનું સારવારમાં લઇ જતા મૃત્યુ નિપજયુ છે. જયારે અન્ય એકને ઇજા પહોચી હતી, આ ઉપરાંત ખારવા રોડ પર બેઠા પુલ પાસે કાર અને સીએનજી રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચને નાની મોટી ઇજા પહોચી હતી.
જામનગરના ગાયત્રી મંદિર પાછળ માસ્તર સોસાયટીમાં રહેતા કિશન સંજયભાઇ રાઠોડ (ઉ.વ.૧૮) તથા હાપા સ્ટેશન પાસે જવાહરનગરમાં રહેતા મનસુખ નારણભાઇ સીતાપરા (ઉ.વ.૧૯) નામના બે યુવાન એકટીવા નં. જીજે-૧૦-ડી કયુ-૮૨૧૬ લઇને ગઇકાલે રાજકોટ ન્યારા ગામથી માતાજીના માંડવામાંથી જામનગર તેના ઘરે પરત આવી રહયા હતા.
ત્યારે સોયલ નાકાથી ફલ્લા ગામ વચ્ચે શિવશકિત હોટલ પાસે પહોચતા અચાનક એક કુતરુ આડુ ઉતર્યુ હતું તેને બચાવવા જતા બાઇક સ્લીપ થઇ ગયુ હતું જેના કારણે બંને રોડ પર પડી ગયા હતા જેમાં કિશનભાઇ રાઠોડ પડી જતા પીલોર સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા થતા ૧૦૮ મારફત જી.જી. હોસ્પીટલમાં સારવારમાં લઇ જતા ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જાહેર કર્યુ હતું. જયારે મનસુખભાઇને પગ અને શરીરે મુંઢ ઇજા પહોચી હતી. આ બનાવ અંગે મનસુખભાઇ સીતાપરાએ પંચ-એમાં જાણ કરી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રખડતા ઢોર અને શ્ર્વાનના કારણે અગાઉ નાના મોટા અકસ્માતો સર્જાયા છે, દરમ્યાનમાં ફલ્લા નજીક કુતરુ આડે આવતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનો ભોગ લેવાયો છે.
અન્ય એક બનાવમાં ધ્રોલના ખારવા ગામમાં રહેતા જીજ્ઞેશકુમાર મેઘજીભાઇ પરમાર (ઉ.વ.૩૨) નામનો યુવાન ગત તા. ૮ના રોજ પોતાની ઓટો સીએનજી રીક્ષા નં. જીજે-૧૦-ટી ઝેડ-૦૯૫૧ માં ધ્રોલથી પેસેન્જર ભરીને પોતાના ગામ ખારવા જતા હતા.
એ દરમ્યાન ખારવા રોડ હેલીપેડથી આગળ બેઠાપુલ પાસે પહોચતા પાછળથી ફોરવ્હીલ કાર નં. જીજે-૦૩-એનકે-૮૪૫૩ના ચાલકે કારને પુરઝડપે, બેફીકરાઇથી ચલાવીને રીક્ષાની પાછળના ભાગે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં ફરીયાદીને તથા ધનજીભાઇ, ચિમનભાઇને મુંઢ ઇજા અને સાથેના કસ્તુરબેનને માથાની પાછળ તથા મેઘજીભાઇને ખભાની બાજુ અને પાંસડીમાં તથા સાથળમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોચી હતી. આ અંગે રીક્ષાચાલક જીજ્ઞેશભાઇ દ્વારા ગઇકાલે ધ્રોલ પોલીસમાં કારચાલક સામે ફરીયાદ કરી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech