તમિલનાડુના કલ્લાકુરિચીમાં બુધવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં એક વેને કાબુ ગુમાવ્યો અને ઝાડ સાથે અથડાઈ. આ ભયાનક અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ત્યાં જ કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઘાયલોને વાનમાંથી બહાર કાઢ્યા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તિરુચેન્દુર મુરુગન મંદિરથી દર્શન કરીને ભક્તો પરત ફરી રહ્યા હતા
તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં સ્થિત તિરુચેન્દુર મુરુગન મંદિરના દર્શન કરવા માટે ઘણા ભક્તો વાનમાં ગયા હતા. દર્શન કર્યા બાદ તમામ ભક્તો ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. જ્યારે તમામ શ્રદ્ધાળુઓ કલ્લાકુરિચી વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં અચાનક વાન કાબુ બહાર નીકળી ગઈ અને પછી રસ્તાની બાજુમાં એક ઝાડ સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે વાનના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે.
આ કરૂણ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે વાનમાં ફસાયેલા ઘાયલ લોકોને બહાર કાઢ્યા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. અકસ્માતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech