મહિલાઓ સહિત ચાર ઈજાગ્રસ્ત
ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર જુવાનપુર ગામ નજીકથી જી.જે. 03 ડી.જી. 0944 નંબરની હ્યુન્ડાઈ એસેન્ટ મોટરકાર લઈને બોરસદથી દ્વારકા તથા હર્ષદ માતાજીના દર્શન કરવા નીકળેલા બોરસદ ગામના રહીશ એવા ઉત્તમસિંહ રણછોડભાઈ રાઠોડ નામના 35 વર્ષના રાજપૂત યુવાનની મોટરકાર સાથે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 ડી. 9656 નંબરની એક અલ્ટો મોટરકારના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં કારના ચાલક ઉત્તમસિંહ રાઠોડ સાથે જયાબેન, સોનલબેન તથા મનહરબાળા ઉર્ફે ડિમ્પલબેનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ઉત્તમસિંહ રણછોડભાઈ રાઠોડની ફરિયાદ પરથી અલ્ટો કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓખામાં બે વરલી ભક્ત ઝડપાયા
ઓખામાં રેલવે ફાટક સામેથી અયુબ અબ્દુલ સંઘાર (ઉ.વ. 40) તેમજ એસ.ટી. રોડ પરથી શ્યામભા બાલુભા સુમણીયા (ઉ.વ. 23) ને પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech