ચારને નાની મોટી ઇજા : સ્વીફટ કારના ચાલક સામે ફરીયાદ
ખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મુસાફરો ઘવાયા હતા, અને અન્ય ચારને નાની મોટી ઇજા પહોંચી હતી, આ બનાવ અંગે સ્વીફટ કારના ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
બિહાર રાજ્યના શિવાન જિલ્લાના ભગવાનપુર વિસ્તારના મૂળ રહીશ અને હાલ કલોલ તાલુકામાં રહેતા શિવમ સંજયભાઈ સિંઘ નામના 19 વર્ષના યુવાન જી.જે. 01 કે.વાય. 8095 નંબરની ઈક્કો મોટરકારમાં તેમના પરિવારનો સાથે દ્વારકા દર્શનાર્થે ગયા હતા. દર્શન કરીને પરત આવી રહેલા શિવમ તેમજ તેમના પરિવારજનો ખંભાળિયા નજીકના દ્વારકા માર્ગ પર આવેલી વ્યાસ હોટલ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલી જી.જે. 05 જે.સી. 0813 નંબરની સ્વીફ્ટ મોટરકારના ચાલકે સામેથી ઈક્કો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ઈક્કોમાં જઈ રહેલા શિવમ, તેના દાદા, તેના માતા તેમજ તેની બહેનને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે શિવમ સંજયભાઈની ફરિયાદ પરથી સ્વીફ્ટ મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદ્યાનગરમાં ૩ કારને આગ ચાંપનાર ત્રણ શખ્સો ઝડપાયા
May 21, 2025 03:53 PMહવે સેનિટાઇઝરના નામે નશાનો કારોબાર, ભાવનગરના વેપારીની સંડોવણી ખુલી
May 21, 2025 03:50 PMભાવ. યુનિવર્સિટીની પી.જી.ની ૬૨૭૦ બેઠક પર ૨૨મી પછી પ્રવેશ પ્રક્રિયાની સંભાવના
May 21, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech