પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા એક ડઝન જેટલા વાહનચાલકોની થઇ ધરપકડ

  • March 17, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા એક ડઝન વાહનચાલકોની ધરપકડ થઇ છે.
ટ્રાફિક નિયમના ભંગ બદલ કાર્યવાહી
પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં કૈલાસ ગેરેજવાળી ગલીમાં રહેતો જિજ્ઞેશ કાનજી ચામડીયા નશાની હાલતમાં બાઇક લઇ નીકળતા મચ્છી માર્કેટ સામેથી ધરપકડ કરવામાં આવી છે.પોરબંદરના નગીનદાસ મોદીપ્લોટ ચારમાં રહેતા રવિ સોમા પરમારે એમ.જી. રોડ પર ટ્રાફિકને અડચણ‚પ રીક્ષા પાર્ક કરતા પકડી લેવાયો છે.બોખીરાના બસસ્ટેશનવાળી ગલીમાં રહેતો ભૂમિક દેવા સોમૈયા મેમણવાડામાંથી ફૂલસ્પીડે ભયજનક રીતે કાવા મારતો રીક્ષા લઇને નીકળતા ધરપકડ થઇ છે.ભાટીયાબજારના માધવજી મેપા મોતીવરસે લોકોમાં ભય ઉભો થાય તે રીતે અડચણ‚પ પોતાનું બાઇક પાર્ક કરતા ધરપકડ થઇ હતી. વાઘેશ્ર્વરીપ્લોટના હરીશ લાલજી કિશોર નશાની હાલતમાં બાઇક લઇ બંદરરોડ પરથી નીકળતા  પકડી લેવાયો છે.  ઝુરીબાગ શેરી નં-૩નો વિશાલ દિનેશ ડાભી પણ કેફીપીણુ પીને મોપેડ લઇ બંદરરોડ પરથી નીકળતા ધરપકડ થઇ છે. બોખીરાની આવાસ યોજનામાં રહેતા હુસેન અયુબ કારવા કસ્તુરબા ગાંધી રોડ પર ફૂલ સ્પીડે કાવા મારતો રીક્ષા લઇને નીકળતા ધરપકડ થઇ છે. છાયાના જમાતખાના પાસે રહેતો રવિ ભીખુ ઓડેદરા બાલવીચોકમાંથી નશાની હાલતમાં સ્કૂટર લઇને નીકળતા પકડાયો છે. બોખીરાના જનકપુરી સોસાયટી વિસ્તારમાં રહેતો અજય હરજી તોરણીયા નશાની હાલતમાં ડ્રાઇવીંગ લાયસન્સ વગર બાઇક લઇ જુના જકાતનાકેથી નીકળતા પકડી લેવાયો હતો. બરડીયા ગામે વણકરવાસમાં રહેતો વિનોદ રણમલ મકવાણા નશાની હાલતમાં કાર લઇ બગવદર મોઢવાડા રોડ પરથી નીકળતા ધરપકડ થઇ છે.
દેશી દા‚ના દરોડા
વિસાવાડાના પ્રકાશ ઉર્ફે રાહુલ ભીમા કેશવાલાને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે, વિસાવાડાના વાડી વિસ્તારમાં રહેતા મહેશ જેઠા સીસોદીયાને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે, ખારવાવાડની બ્રાન્ચ સ્કૂલ પાસે રહેતા નરેન્દ્ર હિરાલાલ લોઢારીને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે, કાંટેલાના અરવિંદ કારા ચાવડાને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લેવાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application