ગોવિંદાની ભત્રીજી આરતી સિંહના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. હલ્દી સમારોહ પછી રાત્રે આરતીનો ભવ્ય સંગીત સમારોહ થયો. તેની તસવીરો પણ સામે આવી છે.કૃષ્ણા અભિષેકની બહેન અને અભિનેત્રી આરતી સિંહના સંગીત સમારોહનું પણ ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહેલી આરતી સિંહ તેના ભાવિ વર રાજા દીપક ચૌહાણ પર ઘણો પ્રેમ વરસાવતી જોવા મળી હતી.આરતી સિંહ 25 એપ્રિલે પોતાના સપનાના રાજકુમાર દીપક ચૌહાણ સાથે લગ્ન કરવા જઈ રહી છે. હાલમાં અભિનેત્રીના પ્રી- વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. ગઈકાલે રાત્રે આરતી સિંહનો સંગીત સેરેમની ફંકશન હતી.
આરતી સિંહ અને દીપક ચૌહાણના સંગીત ફંક્શનની આકર્ષક તસવીરો પણ સામે આવી છે. તસ્વીરોમાં બંનેના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે.આરતી અને દીપકે તેમના સંગીત ફંક્શનમાં એથનિક લૂક પહેર્યો હતો. આરતીએ સ્લીવલેસ બ્લાઉઝ સાથે ભારે લીલા રંગનો લહેંગા પહેર્યો હતો. આ સાથે તેણે હેવી જ્વેલરી અને હાથમાં રંગબેરંગી બંગડીઓ પણ પહેરી હતી. આરતી તેના સંગીત ફંક્શનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે તેના મંગેતર દીપકે ધોતી-કુર્તો પહેર્યો હતો. આ લુકમાં બંને અદભૂત દેખાઇ રહ્યા હતા.
આરતી તેના સંગીત ફંક્શનમાં તેના મંગેતર સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.સંગીત ફંક્શનમાં, આરતી તેના ભાવિ પતિ દીપક સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. આ તસવીરમાં અભિનેત્રી તેના મંગેતરના ગાલ પર કિસ કરીને ભાવુક બની હતી .આ પછી દીપક ચૌહાણ પણ તેની ભાવિ પત્ની આરતી સિંહ પર પ્રેમ વરસાવ્યો હતો .
કપલના સંગીત ફંક્શનની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આરતી સિંહ અને દીપક ચૌહાણે પણ પેપ્સ માટે અનેક પોઝ આપ્યા હતા. અભિનેત્રી દીપક ચૌહાણ સાથે 25 એપ્રિલે લગ્ન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટેરિફનું યુદ્ધ ચીન અને અમેરિકા વચ્ચે, બરબાદ પાકિસ્તાન થયું
April 12, 2025 11:22 AMસગીરા પર દુષ્કર્મ કરનારા મૌલવીને પોક્સો કોર્ટે 187 વર્ષની સજા સંભળાવી
April 12, 2025 11:19 AMમેયરની સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવતા પાર્ષદોને શ્રીલંકાના રિસોર્ટમાં લઇ ગયા
April 12, 2025 11:18 AMકોટડાસાંગાણીમાં થયેલા દુષ્કર્મનો ફરાર આરોપી ૧૬ વર્ષ પછી પકડાયો
April 12, 2025 11:12 AMજો હું ત્યારે રાષ્ટ્રપતિ હોત તો રશિયા-યુક્રેન યુદ્ધ છેડાયું જ ન હોત: ટ્રમ્પ
April 12, 2025 11:10 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech