દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના લિકર પોલિસી કેસમાં છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને આ મામલે દેશભરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આમ આદમી પાર્ટીના અન્ય ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા છે. આજે સવારે ઈડીની ટીમે દેશની રાજધાની ક્ષેત્રના મટિયાલા વિસ્તારમાંથી ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા.
ઈડી દ્વારા આપ્ના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવ વિરુદ્ધ આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે તેમણે અરવિંદ કેજરીવાલના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. ગુલાબ સિંહે સોશિયલ મીડિયા એક્સ (એક્સ) પર દિલ્હીના મુખ્યમંત્રીનો ફોટો શેર કરીને લખ્યું હતું કે ’વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જ કાળ છે અને તે છે અરવિંદ કેજરીવાલ છે.’ ઉલ્લેખનીય છે કે આપ નેતા ગુલાબ સિંહ યાદવ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ દિલ્હીના મટિયાલા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રભારી રહી ચૂક્યા છે. નોંધનીય છે કે અગાઉ ઈડીએ ગુરુવારે સાંજે દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક માણસે ૧૮૮ કરોડ રૂપિયાની લોટરી જીતતા તરત જ મિત્રને કર્યો ફોન, જાણો શું કહ્યું
April 08, 2025 03:36 PMટીપી બ્રાન્ચમાં કમિશનર સુમેરા ત્રાટકયા; બે કર્મીને નોટિસ
April 08, 2025 03:31 PMસ્વાતિ મેઈન રોડ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી 36 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે
April 08, 2025 03:20 PMગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી રૂ.૧.૨૬ લાખની કોપર પ્લટની ચોરી
April 08, 2025 03:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech