પાકિસ્તાનના પંજાબમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. અત્યાર સુધીમાં ત્યાં ૨૦ લાખ લોકો બીમાર પડા છે. પ્રાંતીય આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શ્વસન રોગોથી પીડિત ૧.૯૧ મિલિયનથી વધુ લોકોને ગયા મહિને પાકિસ્તાનની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. લાહોરનું એર કવોલિટી ઈન્ડેકસ (એકયુઆઈ) સતત જોખમી સ્તરોથી ઉપર રહે છે, ઘણીવાર ૧,૦૦૦ને પાર કરી રહ્યું છે, યારે મુલ્તાનમાં તાજેતરમાં ૨,૦૦૦થી વધુનું જોખમી એકયુઆઈ નોંધાયું હતું.
સતત વધી રહેલા પ્રદૂષણની સૌથી વધુ અસર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થઈ છે, યાં ધુમ્મસ અને ખતરનાક હવાની ગુણવત્તાના સ્તરે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કર્યેા છે. લાહોરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ઝેરી ધુમ્મસને કારણે એક જ દિવસમાં ૭૫,૦૦૦થી વધુ લોકોને તબીબી મદદ લેવાની ફરજ પડી હતી, જેના કારણે આરોગ્યસંભાળ સિસ્ટમ પર વધુ દબાણ આવ્યું હતું.
ગયા મહિને, એકલા લાહોરમાં અસ્થમાના ૫,૫૭૭ દર્દીઓ સહિત શ્વસન રોગના ૧,૩૩,૪૨૯ કેસ નોંધાયા હતા. વધુમાં ૧૩,૮૬૨ હૃદય રોગના કેસોમાંથી ૫,૪૫૫ અને પંજાબમાં ૫,૧૪૧ સ્ટ્રોકના કેસોમાંથી ૪૯૧ની સારવાર લાહોરમાં કરવામાં આવી હતી. છેલ્લા અઠવાડિયે કટોકટી વધુ વકરી હતી, જેમાં ૪,૪૯,૦૪૫ શ્વસન કેસ નોંધાયા હતા. ઉપરાંત ૩૦,૧૪૬ અસ્થમાના કેસ, ૨,૨૨૫ હૃદય રોગના દર્દીઓ અને ૧,૪૦૦ સ્ટ્રોક પીડિતો નોંધાયા હતા. આ સંકટને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેમાં શાળાઓ, કોલેજો અને ઉધાનો બધં કરવા, બજારો ખોલવાના સમયને મર્યાદિત કરવા અને પ્રદૂષિત વાહનો અને ઔધોગિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ નિર્ણયો છતાં લાહોર અને મુલતાન જેવા શહેરોમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech