સંદર્ભ-કવોરી ધારકોની રજુઆતો : વશરામભાઈ રાઠોડ દ્વારા કલેક્ટરને પત્ર
મોરકંડા પાટિયાથી પતારીયા, સુવારડા રસ્તાને વાઈડનીંગ કરી પહોળો કરવા માટે જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા જીલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાને રજુઆત કરતા પત્ર અપાયો હતો,અને આ રોડના કારણે થતા ટ્રાફિકની સમસ્યા અને ખેડૂતોને પડતી મુશ્કેલીનો ઉલ્લેખ પણ કર્યો હતો.તેમજ આ રોડ પર બ્લેકસ્ટોન કવોરીઓ અને સ્ટોન ક્રશરો આવેલા તે લોકોને વાહન વ્યવહારમાં ખૂબ જ તકલીફ પડી રહી છે તમામને સાથે રાખીને કલેકટરને રજુઆત કરાઈ હતી.
આપ પ્રમુખ દ્વારા કલેક્ટરને આપેલા પત્રમાં જણાવ્યું છે કે આ રસ્તો હાલ ૩. ૭૫ મીટરની પહોળાઈનો છે. આ રસ્તાની આજુ બાજુમાં ઘણી બધી બ્લેકસ્ટોન કવોરીઓ તથા સ્ટોન ક્રશરો આવેલ છે તેથી આ રસ્તા પર ર૪ કલાક હેવી ટ્રાફિક મુવમેન્ટને કારણે ટ્રકો અને ખેડૂતોના ટ્રેક્ટરોને રસ્તા પરથી સામસામે નીકળવામાં મુશ્કેલીઓ થાય છે અને અકસ્માતોનો પણ ભય રહે છે તો ક્યારેક કલાકો સુધી વાહનો ફસાયેલા રહે છે જેથી વાહનોને સમયસર ચાલવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ વિસ્તારમાંથી બ્લેકસ્ટોન કવોરીઓ તથા સ્ટોન ક્રશરો પાસેથી ખનીજની રોયલ્ટીની આવક સરકારને ખુબ મોટા પ્રમાણમાં (આશરે ૧ વર્ષમાં ૧૦થી ૧૨ કરોડ ) જેવી મળતી હોઈ છે તે આ વિસ્તારના કામ માટે વાપરવામાં આવે તો આ રસ્તાને ૫. ૫૦ મીટર કે ૭. ૦૦ મીટરનો કરવામાં આવે તો ટ્રાફિકને સરળતા રહે તેમ છે. અત્યારે આ રસ્તો જર્જરિત અને બિસ્માર હાલતમાં છે આ રસ્તા પર સુવારડા ગામના તથા પતરીયા, ખીમલીયા તથા ઠેબા જેવા ગામોના ખેડૂતો તેમજ દરેડ જી. આઈ. ડી. સી માં દરરોજ કામ કરવા માટે જતા કારીગરો તથા મજુરોને ખુબજ તકલીફ પડે છે. તેથી આ રસ્તાને તાત્કાલિકના ધોરણે DMF ની ગ્રાન્ટમાંથી વાઈડનીંગ કરી પહોળો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ,આપ યુથ પ્રમુખ મયુરભાઈ ચાવડા તેમજ મોરકંડા,પતારીયા,સુવારડા,ભરડીયા ગામના તમામ ક્રશરને સાથે રાખી જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાને રજુઆત કરતા પત્ર આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech