આમ આદમ પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે કહ્યું કે હું આજે જે મુદ્દા પર બોલવા માંગુ છું તે મારા હૃદયની નજીક છે. રાજકારણમાં યુવાનોની ભાગીદારી પર બોલતા તેમણે કહ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશની સરેરાશ ઉંમર માત્ર 29 વર્ષ છે. 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી છે. અડધી વસ્તી 25 વર્ષથી ઓછી વયની છે.
શું આપણા નેતાઓ કે પ્રતિનિધિઓ આટલા યુવાન છે જાણીને નવાઈ લાગશે કે જ્યારે પહેલી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે લોકસભામાં 26 ટકા લોકો 40 વર્ષથી ઓછી ઉંમરના હતા. 17મા લોકસામાં માત્ર 12 ટકા નેતાઓની ઉંમર 40 વર્ષથી ઓછી હતી.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું "જેમ આપણો દેશ યુવાન બની રહ્યો છે, તે જ પ્રમાણમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ યુવાનોથી દૂર જઈ રહ્યા છે. આજે આપણા યુવા દેશને વૃદ્ધ રાજકારણીઓ દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે દેશને યુવા રાજકારણીઓની જરૂર છે."
'રાજકારણને ખરાબ વ્યવસાય ગણવામાં આવે છે'
તેમણે કહ્યું કે આજે દેશમાં રાજકારણને ખરાબ વ્યવસાય માનવામાં આવે છે. માતા-પિતા ઇચ્છે છે કે તેમનો દીકરો એન્જિનિયર, ડૉક્ટર અને સાયન્ટિસ્ટ, ઓફિસર, સ્પોર્ટ્સપર્સન બને પરંતુ કોઈ નથી ઈચ્છતું કે તેમનું બાળક રાજકારણી બને.
'ચૂંટણી લડવાની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ'
સૂચન કરતાં તેમણે કહ્યું કે દેશમાં ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષ છે. પછી તે લોકસભા હોય કે વિધાનસભા. હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે ઉંમર 25 થી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવે. જો 21 વર્ષનો યુવક ચૂંટણી લડવા માંગતો હોય તો તેને પરવાનગી મળવી જોઈએ. જ્યારે દેશમાં 18 વર્ષનો યુવક સરકાર પસંદ કરી શકે છે તો 21 વર્ષની ઉંમરે ચૂંટણી કેમ ન લડી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech