રાજકોટમાં નવલનગર વિસ્તારમાં રહેતા યુવાને ઓરડીમાં લાકડાની આડીમાં દોરી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી. યુવાન છેલ્લા ઘણા દિવસોથી ગુમસૂમ રહેતો હોય અને કઈં કામધંધો પણ કરતો ન હોવાનું માલુમ પડું છે. હતાશામાં તેણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મવડી પ્લોટ વિસ્તારમાં અશોક પાનની સામે નવલનગર શેરી નંબર ૯ માં રહેતા દિનેશ દેવરાજભાઈ ચાવડા (ઉ.વ ૪૦) નામના યુવાને ગઈ કાલ સમી સાંજના પોતાના ઘરે ઓરડીમાં લાકડાની આડીમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જે અંગેની જાણ થતા ૧૦૮ ની ટીમે અહીં પહોંચી જોઈ તપાસી યુવાને મૃત જાહેર કર્યેા હતો.બાદમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ ડી.જી.ઝાલાએ અહીં પહોંચી જરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડો હતો.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આપઘાત કરી લેનાર દિનેશ ત્રણ ભાઈના પરિવારમાં વચેટ હતો તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ગઈકાલે યુવાનના પરિવારજનો થોરીયાળી ગામે માતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા દરમિયાન પાછળથી તેણે આ પગલું ભરી લીધું હતું. યુવાન છેલ્લા ઘણા દિવસોથી ગુમસૂમ રહેતો હોય અને કામ ધંધો પણ કરતો ન હોય હતાશામાં આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવી શિક્ષણનીતિ મુજબ આજે પ્રથમ વખત મળેલી સૌ. યુનિ.ની બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠક
April 21, 2025 10:23 AMગુજરાતમાં આજથી એક સપ્તાહ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ
April 21, 2025 10:21 AMપોરબંદરમાં 550 કરોડના ખર્ચે બનતી સરકારી મેડિકલ કોલેજની આરોગ્ય મંત્રીએ લીધી મુલાકાત
April 21, 2025 10:01 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech