અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર હોટલમાંથી યુવતીની લાશ મળી આવી છે. ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેણે જ ગળેટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તે યુવતીનો મિત્ર હોવાની પણ વાત સામે આવી છે. હત્યા બાદ તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તો આરોપી યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ ચાલી રહી છે.
હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી
પ્રાથમિક તપાસમાં ચિંતન વાઘેલા નામનો યુવક તેની સાથે રૂમમાં ગયો હતો. જે બાદ યુવક નીકળી ગયો હતો. યુવકે ગળેટૂંપો આપી હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. એરપોર્ટમાં કામ કરતી યુવતીની તંદૂર હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. પોલીસ તપાસમાં યુવતી સાથે એક યુવક રૂમમાં ગયો હતો. જેણે યુવતીની હત્યા કરી હોવાના શંકાના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
લાશને પોસ્ટમોટર્મ માટે મોકલી
મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ રામોલમાં રહેતી 22 વર્ષીય નસરીનબાનું ફિરોઝ અખ્તર એરપોર્ટ પર કામ કરતી હતી. 16 માર્ચે સાંજે તેની એરપોર્ટ પાસે આવેલ તંદૂર હોટેલના રૂમમથી લાશ મળી હતી. આ મામલે એરપોર્ટ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશને પોસ્ટમોટર્મ માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએટલાન્ટિસ બિલ્ડિંગ અગ્નિકાંડમાં જવાબદારો સામે ગુનો નોંધાય તેવા સંકેત
March 17, 2025 03:40 PMસૌરાષ્ટ્ર કલા કેન્દ્ર આસપાસના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માગ
March 17, 2025 03:32 PM95 દિવસ સુધી દરિયામાં રહી મોત સામે લડ્યા
March 17, 2025 03:28 PMરાજકોટમાં પાણીનો પોકાર: ૨૨૮૫ ફરિયાદો
March 17, 2025 03:21 PMપોરબંદરમાં અધ્ધર પધ્ધર બાઈક ચલાવનાર વૃદ્ધ પાસે પોલીસે મંગાવી માફી
March 17, 2025 03:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech