રોડ ક્રોસ કરતી વખતે કારએ ઠોકરે લેતા પડધરીની તરુણીનું મોત

  • May 17, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા માસી ભાણેજને કારએ અડફેટે લેતા પડધરીમાં રહેતી 13 વર્ષીય ભાણેજનું ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ પડધરીમાં ફૂલવાડી પ્રાથમિક શાળા પાસે રહેતા દિલીપભાઈ જાદવની તેર વર્ષની પુત્રી ઝરણા મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા મામાના ઘરે વેકેશનમાં આટો દેવા ગઈ હતી ત્યારે ગત બુધવારે માસી ભાણેજ ખરીદી કરવા માટે જતા હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે આવતી કારે બંનેને ઠોકર મારતા બંને રોડ પર પટકાયા હતા જેમાં બાળકીને વધુ ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવતા દમ તોડી દીધૉપ હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ઝરણા એક ભાઈ એક બહેનમાં મોટી હતી અને ધો.6માં અભ્યાસ કરતી હતી. પિતા દિલીપભાઈ મજૂરી કામ કરે છે. અકસ્માત સર્જનાર કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application