પોરબંદરના આદિત્યાણાના રીક્ષાચાલક યુવાન ઉપર પાઇપ છરી ધોકા વડે રાણાવાવમાં હુમલો થતા પોલીસ ફરિયાદ થઇ છે. આદિત્યાણા આઉટપોસ્ટ પોલીસચોકી પાસે રહેતા અને રીક્ષા ચલાવતા ભાવેશ રામભાઇ ઝાલા નામના ૩૫ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાની પ્યાગો રીક્ષા લઇને આદિત્યાણાથી જૂનાગઢ જતો હતો ત્યારે રાણાવાવના સ્ટેશન રોડ પર મામાદેવના મંદિર પાસે પહોંચ્યો ત્યારે કાળા કલરની કાર આવી પહોંચી હતી અને તે કારમાંથી લાલા સુરેશ મોકરીયા પ્લાસ્ટિકનો પાઇપ લઇને હરીશ સુરેશ મોકરીયા છરી લઇને અને મહેશ સુરેશ મોકરીયા લાકડાનો ધોકો લઇને આવ્યા હતા અને ગાળો દઇને ‘તું અમારી બહેન સાથે રીલેશનશીપ રાખતો નહીં’ તેમ કહીને માર મારવા લાગ્યા હતા. લાકડાના ધોકાવડે ફરીયાદીની રીક્ષાનો કાચ પણ તોડી નાખ્યો હતો અને ઢીકાપાટુનો માર મારતા હતા તેથી ભાવેશ નીચે પડી ગયો હતો. એ દરમ્યાન તેના શર્ટના ખિસ્સામાં રહેલ ૧૦ હજાર પિયા પણ નીચે પડી ગયા હતા જે લાલા સુરેશ મોકરીયાએ ચોરી લીધા હતા અને જતા જતા એવુ કહ્યુ હતુ કે જો તું હવે અમારી બહેન સાથે રીલેશનશીપ રાખીશ તો મારી નાખશું. તેમ કહી કારમાં જતા રહ્યા હતા. યુવાનને લોહી નીકળતા હોવાથી રીક્ષામાં જ પોરબંદર દાખલ થયો હતો અને ત્યારબાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને ભાવેશ ઝાલાએ તેને માર મારનાર લાલા સુરેશ મોકરીયા, મહેશ સુરેશ મોકરીયા અને હરીશ સુરેશ મોકરીયા સામે ગુન્હો દાખલ કરાવતા રાણાવાવ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech