રેસકોર્સ રિંગ રોડ પર વોકિંગ કરવા નીકળેલા યુવકનું એસ.ટી.ની અડફેટે મોત

  • September 19, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેસકોર્સ રિંગ રોડ પર સવારે વોકિંગમાં નીકળેલો યુવક ડિવાઇડર ઠેકી સામેના રોડ તરફ જવા જતો હતો ત્યારે એસટી બસની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું આજરોજ મુત્યુ થતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. પુત્રના મુત્યુથી પિતા આઘાતમાં સરી પડતા બેભાન થઇ ઢળી પડતા દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રા વિગત મુજબ રેલનગરમાં કર્ણાવતી સ્કૂલ પાસે રહેતો નેમિષ દિલીપભાઈ હિરાણી (ઉ.વ.૨૪)નો યુવક ગઈકાલે સવારે આઠેક વાગ્યાના અરસામાં રેસકોર્સ રિંગ રોડ પર વોકિંગ કરવા નીકળ્યો હતો ત્યારે કનકાઈ હોટેલ પાસે જી.જે.૧૮ ઝેડ ૮૮૨૭ નંબરની જામનગર–સુરત ટની એસ.ટી.બસની ઠોકરે ચડી જતા દૂર સુધી ફંગોળાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત સર્જાતા સવારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને વોકિંગ કરવા નીકળતા લોકો દોડી ગયા હતા અને યુવકને તાકીદે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો. યુવકને હેમરેજ સહિતની ઇજા હોવાથી સારવાર દરમિયાન આજે સવારે અંતિમ શ્વાસ લીધો હતો. પુત્રના મુત્યુ અંગેની તેના પિતા દિલીપભાઈને જાણ કરવામાં આવતા આઘાતમાં બેભાન થઇ જતા તાકીદે દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક યુવક બે ભાઇમાં નાનો હતો અને સવારથી બપોર સુધી ડેરીમાં અને સાંજે રેસકોર્સ રિંગ રોડ પર આવેલી રાજદીપ આઈસ્ક્રિમમાં નોકરી કરતો હતો.
સવારે વોકિંગ દરમિયાન રેસકોર્સ રિંગ રોડ પર રાબેતા મુજબનો એક રસ્તો બધં રાખવામાં આવે છે આથી યુવક વોકિંગ કરી સામેના રોડ તરફ જવા માટે ડિવાઈડર ઠેકીને ચાલીને જતો હતો ત્યારે એસ.ટી.બસના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે યુવકના પિતા દિલીપભાઈ હિરાણીની ફરિયાદ પરથી અજાણ્યા એસ.ટી.ના ચાલક સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેનતુ અને પરિવારના આશાસ્પદ પુત્રના અકાળે મોતથી પરિવાર ઉપર આભ ફરતી પડું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application